ગુર્જર હિન્દુ યુનિયનને સેવાકાર્યો માટે એમબીઇ સન્માન

Wednesday 08th June 2022 16:38 EDT
 
 

ગુર્જર હિન્દુ યુનિયન (જીએચયુ)ને સમાજસેવા ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠિત ક્વીન્સ એવોર્ડ - MBE સન્માન એનાયત થયું છે. ક્રોલીના સંતરામ મંદિર સ્થિત એપલ ટ્રી સેન્ટરમાં યોજાયેલા કાર્યક્રમમાં વેસ્ટ સસેક્સના લોર્ડ-લેફ્ટનન્ટ સુસાન પાઇપરના હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત થયા હતા. જીએચયુ વતી બોર્ડ ઓફ ગવર્નર્સ ભરતભાઇ લુક્કા, ચંદુભાઇ નાયી, રોહિતભાઇ પટેલ અને એમ્બેસેડર અશ્વિનભાઇ સોનીએ આ સન્માન સ્વીકાર્યું હતું. આ પ્રસંગે બિપિનભાઇ ચોટાઇ, ઇલેશભાઇ પટેલ, કિરીટભાઇ પટેલ, ઉમેશભાઇ નાયી, જીજ્ઞેશભાઇ ગઢવી પણ ખાસ ઉપસ્થિત રહ્યાા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter