ગો ધાર્મિક દ્વારા ગાંધીજીની વીરાસત અને ક્લાઈમેટ એક્શન માટે દાંડીકૂચ

Wednesday 17th December 2025 05:21 EST
 
ગો ધાર્મિકની સોલ્ટ રાઈડ- ક્લાઈમેટ એક્શન અને હરિયાળાં ભવિષ્ય માટે સાયકલિંગ
 

દાંડી, લંડનઃ ગો ધાર્મિક દ્વારા ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચ વીરાસતના સાદર સંસ્મરણ અને ક્લાઈમેટ એક્શનના સપોર્ટ માટે યોજાએલી વાર્ષિક સોલ્ટ રાઈડ (નમકયાત્રા)ની પૂર્ણાહૂતિ દાંડી પૂલ ખાતે 20 ડિસેમ્બર 2025ના દિવસે સવારના 5.15 કલાકે થશે.

મહાત્મા ગાંધીએ 1930ની ઐતિહાસિક નમકયાત્રા દરમિયાન જે માર્ગ લીધો હતો તે જ માર્ગે 10 સાયકલસવારો 440 કિલોમીટરની યાત્રા કરશે. આ યાત્રા મક્કમતા, એકતા એને શાંતિમય કાર્યના મૂલ્યોનું પ્રતીક છે જે ગો ધાર્મિકના માનવતાવાદી અને પર્યાવરણીય કાર્યોનું માર્ગદર્શન કરતા રહ્યા છે.

સાયકલસવારો ગત પાંચ વર્ષ દરમિયાન સોલ્ટ રાઈડ સાથે સંકળાયેલા નવસારી ખાતે 19 ડિેસેમ્બરે પહોંચશે. નવસારીના લોકોની હૂંફ, કરુણા અને સતત સપોર્ટ થકી દરેક સાયકલસવાર માટે યાદગાર અને અર્થપૂર્ણ વિરામસ્થાન બન્યું છે. સાયકલસવારો 20 ડિસેમ્બરની સવારે એ ઐતિહાસિક સ્થળ દાંડી પૂલ પહોંચશે જ્યાં ગાંધીજીએ નમકયાત્રા પૂર્ણ કરી હતી અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામને નવો આકાર આપનારા આંદોલનની ચિંગારી ચાંપી હતી.

આ વર્ષની દાંડી કૂચ પર્યાવરણીય એક્શનને સમર્પિત છે. સાયકલસવારીના દરેક કિલોમીટર કલાઈમેટ ચેઈન્જથી ગંભીર અસર પામેલા વિસ્તારોમાં એક પશ્ચિમ બંગાળના સુંદરબન્સમાં વૃક્ષારોપણ ઈનિશિયેટિવને સપોર્ટ કરે છે. આ પહેલ વિશે ગો ધાર્મિકના સ્થાપક હનુમાન દાસે જણાવ્યું હતું કે,‘નમકયાત્રાએ દર્શાવ્યું છે કે સત્ય અને હિંમત સાથેની સૌથી નાની એક્શન પણ વિશ્વને બદલી શકે છે. સોલ્ટ રાઈડ મારફત અમે આપણી જાતને યાદ દેવડાવીએ છીએ કે આપણા સહુની આપણા ઈતિહાસ, આપણી પૃથ્વી અને ભાવિ પેઢીઓ તરફ વિશેષ જવાબદારી છે.’

ગો ધાર્મિક માટે દાંડી યાત્રા પ્રતીકાત્મક યાત્રાથી પણ વિશેષ છે. તે સેવા, સ્મરણ અને જવાબદારીની જીવંત અભિવ્યક્તિ છે, જે ભૂતકાળના સ્મરણોની પ્રેરણાને વર્તમાન માટે એક્શનમાં પરિવર્તિત કરે છે. ગો ધાર્મિક નવસારી અને આસપાસની કોમ્યુનિટીઓના લોકોને સાયકલસવારો સાથે જોડાવા, માર્ગમાં તેમને મળવા, તેમની સ્ટોરીઝ કહેવા અને આ સામૂહિક આંદોલનનો હિસ્સો બની રહેવા આમંત્રિત કરે છે. સંસ્થા દરેકને સાથે મળીને રાઈડર્સનો જુસ્સો વધારવા તેમજ નમકયાત્રાને સ્પષ્ટ કરતી એકતાને પ્રદર્શિત કરવા પ્રોત્સાહિત કરે છે.

સાયકલસવારો સૂર્યોદય વેળાએ દાંડી પૂલ પહોંચશે ત્યારે શક્તિશાળી સ્મરણો અડીખમ બનીને ઉભી રહી જશે, એ ઈતિહાસ માટે જે માત્ર યાદ નહિ રખાય પરંતુ ચેતનાપૂર્ણ એક્શન સાથે આગળ વધારાશે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter