લંડનઃ ગોલ્ડન ટુર્સ ગ્રે લાઈન લંડનના સીઈઓ મિકેશ પલાણને પ્રતિષ્ઠિત ‘ફોર્ટી અંડર 40 યુકે એવોર્ડ્ઝ’ સમારંભમાં આખરી અને સૌથી મોટાં બહુમાન ‘ફર્સ્ટ અમોન્ગ ઈક્વલ્સ’ સહિત બે વિશિષ્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે. ‘ફોર્ટી અંડર 40 યુકે એવોર્ડ્ઝ’ અભૂતપૂર્વ ઈનોવેશન, લીડરશિપ અને અસર સર્જનારા યુકેના અસામાન્ય યુવા નેતાઓની કદર કરે છે.
મિકેશ પલાણની કરાયેલી કદર તેમના સ્ટ્રેટેજિક વિઝન, શ્રેષ્ઠતા પ્રતિ કટિબદ્ધતા અને લંડન ટુરિઝમ અનુભવને નવેસરથી વ્યાખ્યા આપવાના તેમના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. મિકેશની નેતાગીરી હેઠળ ગોલ્ડન ટુર્સે તેના પ્રવાસોના પોર્ટફોલીઓઝ, અનુભવો અને સિટી ઓપરેશન્સના વિસ્તરણ સાથે ઈનોવેશન, ટેકનોલોજી અને પાર્ટનરશિપ્સમાં ઈન્વેસ્ટમેન્ટ્સ કર્યાં છે જે ઈન્ડસ્ટ્રીને ઊંચે લઈ જાય છે.
મિકેશ પલાણે જણાવ્યું હતું કે, ‘આ એવોર્ડ્સ પર નામ કદાચ મારું હશે, પરંતુ તે સાચી રીતે અમારી સમગ્ર ટીમની સમર્પિતતા અને જોશને પ્રતિબિંબિત કરે છે. ગોલ્ડન ટુર્સ ગૌરવશાળી પારિવારિક બિઝનેસ છે, અમે આજે જે બધું હાંસલ કરીએ છીએ તે અમારા મહેમાનો માટે લંડનને અવિસ્મરણીય બનાવવાના અમારી સંસ્થાના અદ્ભૂત લોકોની ઊર્જા અને ઉત્સાહને આભારી છે. મને આવા અદ્ભૂત લોકો સાથે કામ કરવાનું ગૌરવ સાંપડ્યું છે અને આ કદરથી હું ધન્યતા અનુભવું છું.’
એવોર્ડ્સ નોકરીઓને સપોર્ટ,આર્થિક વૃદ્ધિ અને વિશ્વસ્તરીય વિઝિટર અનુભવો સાથે દેશની સૌથી મહત્ત્વપૂર્ણ ઈન્ડસ્ટ્રીઝમાં એક યુકે ટુરિઝમને ગોલ્ડન ટુર્સના યોગદાનને પણ હાઈલાઈટ કરે છે. 40 કરતાં વધુ વર્ષ પહેલા સ્થાપિત ગોલ્ડન ટુર્સ ગ્રે લાઈન લંડન રાજધાની અને સમગ્ર યુકેમાં મુલાકાતીઓને અસાધારણ અનુભવો પૂરા પાડવાના મિશનમાં કેટલાક નવા પ્રોજેક્ટ્સ, પ્રોડક્ટ્સ અને આગામી વર્ષ માટે શહેરી વિસ્તરણ સાથે આગળ વધી રહેલ છે.


