ગ્રીનફોર્ડસ્થિત શ્રી જલારામ મંદિરમાં જલારામ જયંતી ઉજવાઈ

Wednesday 25th November 2026 06:11 EST
 
 

ગ્રીનફોર્ડસ્થિત ‘યુરોપના વિરપુર ધામ’ તરીકે ઓળખાતા શ્રી જલારામ મંદિરમાં 16 નવેમ્બરે જલારામ બાપાના જન્મદિવસની સમર્પણ અને કોમ્યુનિટી સેવાની ભાવના સાથે ઉજવણી કરવામાં આવી હતી. જલારામ બાપાની પાદુકાની પૂજા સાથે જન્મજયંતીની ઉજવણીનો આરંભ કરાયો હતો. બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભક્તો દ્વારા દર કલાકે આરતી ઉતારવામાં આવી હતી. બાપાને શાકાહારી વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો હતો. જલારામ મંદિરના સ્વયંસેવકો અને ભક્તોના યોગદાન સાથે સમગ્ર દિવસ દરમિયાન ખિચડી અને કેક સહિતનું ભોજન પીરસાયું હતું જેનો લાભ 2500થી વધુ લોકોએ લીધો હતો. જલારામ જયંતીના ભાગરૂપે બાળકો માટે ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મરિના એન્ડ મેલોડી એક્સપ્રેસ દ્વારા રજૂ કરાયેલાં ભજનો સાથે ઉજવણીનું સમાપન થયું હતું. ગ્રીનફોર્ડના જલારામ મંદિર માટે જલારામ જયંતી માત્ર ધાર્મિક સમારંભ નહિ, પરંતુ પરિવારો, મિત્રો, સ્વયંસેવકો અને ટ્રસ્ટીઓને સાથે મળી બાપાના વારસાને ઉજવવાનો અવસર બની રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter