દુબઈઃ લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ (LIBF) દ્વારા દુબઈમાં હોટેલ મોવેનપિક ખાતે 13થી 16 એપ્રિલ દરમિયાન આયોજિત ત્રિદિવસીય સીમાચિહ્ન કન્વેન્શન LIBF GCC Calling 2025,નું સફળતાપૂર્વક સમાપન થયું છે. લોહાણા એન્ટ્રેપ્રીન્યોર્સ, પ્રોફેશનલ્સ, ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ્સ અને યુવા વર્ગની ઉપસ્થિતિ સાથે આ સમિટ સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક સંમેલનોમાં એક બની રહ્યું હતું જેમાં 18થી વધુ દેશના 700થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
કન્વેન્શનનું ઉદ્ઘાટન હિઝ એક્સેલન્સી શેખ નાહ્યાન બિન મુબારક અલ નાહ્યાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ પછી દુબઈ, સાઉદી અરેબિયા (વિઝન 2030), અને વ્યાપક GCC પ્રદેશમાં વ્યવસાયિક તકો પર કેન્દ્રિત ગતિશીલ વિસ્તૃત સત્રો સેશન્સની શ્રેણી યોજાઈ હતી.
સમિટના મુખ્ય આકર્ષણોમાં નીચેનાનો સમાવેશ થાય છે:
• બાયર્સ-સેલર્સ મીટ (13 એપ્રિલ): પ્રદર્શકો અને પ્રતિનિધિઓ માટે વિશેષ ટેબલ્સ, કેન્દ્રિત B2B નેટવર્કિંગ અને સહયોગને પ્રોત્સાહનની વ્યવસ્થા હતી.
•13 એપ્રિલ (બીયર ટેરેસ)ના રોજ લે મેરિડિયન દુબઈ ખાતે યુવા નેટવર્કિંગ ઇવનિંગ્સ અને 14 એપ્રિલ (વેરહાઉસ) – નવી પેઢીના લોહાણાઓ માટે સંપર્ક અને સહયોગ સાધવાના ગતિશીલ પ્લેટફોર્મ્સ.
• ગ્લોબલ કનેક્ટ લાઉન્જ: વેપાર અને રોકાણ રજૂઆતો, ફંડરેઈઝિંગ પરામર્શો, અને UAE, સાઉદી અરેબિયા, અને GCC બજારોના નિષ્ણાતો અને રોકાણકારો સાથે વાર્તાલાપને સમર્પિત વિશેષ કેન્દ્ર.
• સેક્ટરલ લાઉન્જ: રિયલ એસ્ટેટ, ટેક્નોલોજી, કાયદા, ફાઇનાન્સ, આરોગ્ય, શિક્ષણ, લાઇફસ્ટાઇલ વગેરે પર કેન્દ્રિત સેશન્સ.
• સાંસ્કૃતિક સાંજ: 14 એપ્રિલે આત્માને તરબતર કરતી ય મિડલ ઇસ્ટર્ન નાઇટ, અને 15 એપ્રિલે દિવ્યા કુમાર દ્વારા ભવ્ય બોલિવૂડ મ્યુઝિકલ નાઇટ, જેમાં મનોરંજન અને ઉજવણીનો સમાવેશ થયો હતો.
કન્વેન્શનનું એક આધ્યાત્મિક આકર્ષણ અબુ ધાબીના BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત હતી, જ્યાં પ્રતિનિધિઓનું હાર્દિક સ્વાગત કરાયું હતું. સુંદર આતિથ્ય અને આશીર્વાદ માટે બ્રહ્મવિહારીદાસ સ્વામીજી અને શ્રી અશોકભાઈ કોટેચાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ફુજૈરાહની ઔદ્યોગિક મુલાકાત લેનારા પ્રતિનિધિઓનો અનુભવ પણ અર્થસભર રહ્યો હતો.
LIBFના અધ્યક્ષ અને શ્રી લોહાણા મહાપરિષદના પ્રમુખ શ્રી સતીશભાઈ વિઠલાણીએ સમગ્ર લોહાણા સમુદાય, સ્પોન્સર્સ અને સ્વયંસેવકો પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,‘ LIBF GCC Calling એ માત્ર એક બિઝનેસ કન્વેન્શન નહોતું, તે સરહદોને પાર મન, હૃદય અને તકોને જોડવાની એક આત્મીય યાત્રા હતી. અહીં સાંપડેલો અભૂતપૂર્વ પ્રતિસાદ ભવિષ્યને આકાર આપવાની અમારી સામૂહિક શક્તિને પુનઃનિશ્ચિત કરે છે.’
નોંધપાત્ર ઉદાર સપોર્ટ થકી આ કન્વેન્શનને સંભવ બનાવનારા અમારા સ્પોન્સર્સનો વિશેષ આભાર:
• યુરો એક્સિમ બેંક – ટાઇટલ સ્પોન્સર
• વિનમાર્ટ ગ્રૂપ – પ્રેઝન્ટિંગ સ્પોન્સર
• APM કેપિટલ – પાવર્ડ બાય સ્પોન્સર
• 3 પ્લેટિનમ સ્પોન્સર્સ
• 2 ગોલ્ડ સ્પોન્સર્સ
• 12 સિલ્વર સ્પોન્સર્સ અને યુથ સ્પોન્સર
મોટા પાયા પરના આ ઇવેન્ટનું અવરોધમુક્ત અમલીકરણ સર્વશ્રી વિજયભાઈ કારિયા, સુભાષભાઈ ઠકરાર, ચિંતન વસાણી, રાકેશભાઈ કાનાબાર, શૈલેષભાઈ જસાણી, રસિકભાઈ ઠક્કરની રાહબરી હેઠળ કોર ટીમ તથા સમર્પિત સ્વયંસેવકો અને સમર્થકોના અથાક પ્રયાસો દ્વારા શક્ય બન્યું હતુ.
GCC કોલિંગ 2025ની શાનદાર સફળતા બાદ, LIBF હવે તેના આગામી ફ્લેગશિપ ઇવેન્ટ એક ભવ્ય ‘બિઝનેસ એક્સપો’ તરફ આગળ વધી રહ્યું છે જે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન હોલ 1 અને હોલ 2માં યોજાશે.
વધુ માહિતી માટે વેબસાઈટ www.libfglobal.orgની મુલાકાત લેવા વિનંતી છે.