જર્સીસિટીમાં SMVS મંદિરનો પાટોત્સવ

Friday 31st July 2026 05:45 EDT
 
 

અમેરિકાના જર્સીસિટીમાં SMVS મંદિરનો 23મો પાટોત્સવ ઉજવાયો અમેરિકામાં જર્સીસિટી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન (SMVS)નો 23મો પાટોત્સવ સદ્ગુરુ શ્રી દેવનંદનદાસજી સ્વામી (પૂ. બાપજી) તથા સદ્ગુરુ શ્રી સત્યસંકલ્પદાસજી સ્વામી (પૂ. સ્વામીશ્રી)ના આશિર્વાદ સાથે પૂ. ધરમ સ્વામી તથા સંતવૃંદ દ્વારા ઉજવાયો હતો. પાટોત્સવ પ્રસંગે હરિભક્તોને પૂજન, અર્ચન, અભિષેક, આરતીનો લાભ મળ્યો હતો.આ પ્રસંગે રમણભાઈ પટેલે અભિષેકનો મહિમા જણાવતાં કહ્યું હતું કે, અભિષેક શ્રદ્ધા, વિશ્વાસથી કરવો જોઈએ. તો પૂ. ધરમ સ્વામીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, સત્પુરુષના સંગથી મનુષ્યનું જીવન સંસ્કારિત બને છે. પૂ. સ્વામીશ્રીએ પણ વીડિયો દ્વારા આશિર્વાદ આપતાં જણાવ્યું હતું કે, મનુષ્યે જીવનમાં સમજણ દ્રઢ કરવી કે મંદિરમાં પધરાવેલી આરસની પ્રતિમા, ફોટો કે ચિત્ર નથી પણ તેમાં સ્વયં ભગવાન બિરાજે છે. પાટોત્સવ પ્રસંગે દર્શન સ્વામી, આશીર્વાદ સ્વામી, સ્મરણ સ્વામી, મુનિસ્વામી, સર્વોત્તમ સ્વામી, અનુપ સ્વામી તેમજ ચેરિહીલ, એડિસન, કેનેડા વિગેરે વિસ્તારમાંથી હરિભક્તોનો સમુહ તથા SMVS જર્સી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter