જલારામધામ જ્યોત - વિરપુરધામમાં રંગેચંગે ઉજવાઇ 223મી જલારામ જયંતી

Friday 04th November 2022 08:28 EDT
 
 

સડબરી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી જલારામ જ્યોત વિરપુરધામ ખાતે સોમવાર - 31 ઓક્ટોબરે પ.પૂ. જલારામ બાપાની 223મી જન્મજયંતીની ભારે ધર્મમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સવારે આઠ વાગ્યાથી જ મંદિરના દ્વારા ખૂલી ગયા હતા, અને છેક રાત્રે 10 વાગ્યા સુધી દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત ચાલ્યો હતો. સવારે દસથી સાંજે છ વાગ્યા સુધી દર કલાકે જલારામ બાપાની આરતી કરવામાં આવી હતી. બપોરે 12 વાગ્યે ભવ્ય અન્નકૂટ યોજાયો હતો, જેમાં છપ્પન ભોગ ધરાવાયા હતા. આ પર્વે પંચામૃત અભિષેક પણ યોજાયો હતો, અને બાદમાં મહાપ્રસાદનું આયોજન થયું હતું. સાંજના સમયે યોજાયેલા ભજન-કીર્તનના કાર્યક્રમે ભક્તિભાવ સભર માહોલ સર્જ્યો હતો. જલારામ બાપાની 223મી જન્મજયંતીને અનુલક્ષીને રાત્રે નવ વાગ્યે મંદિર પરિસર 223 દીવડાની હારમાળાથી ઝગમગી ઉઠ્યું ત્યારે અનેરો નજારો જોવા મળતો હતો. આ પ્રસંગે કેક કટીંગ થયું હતું અને રાત્રે 9.30 વાગ્યે મહા આરતી સાથે શાનદાર ઉજવણીનું સમાપન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter