જીવન આધુનિકતાથી નહીં, સંસ્કારથી સમૃદ્વ હોવું જોઇએઃ સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Saturday 11th July 2026 06:41 EDT
 
 

 અમદાવાદઃ શહેરમાં હિરાપુર ખાતેના શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ આનંદધામ ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો અને હરિભક્તોએ ધ્યાન, ભજન તેમજ સમૂહ આરતીનો લાભ લીધો હતો. સભામાં કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ યુવાનોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, આજનો યુવાન દેશનું ભવિષ્ય છે. તેથી તેનું જીવન માત્ર આધુનિકતાથી નહીં પણ નીતિમય સંસ્કારોથી સમૃદ્ધ હોવું જોઈએ. વ્યસનો ક્ષણિક આનંદ આપીને ભવિષ્ય બરબાદ કરે છે, જેથી યુવાનોએ તેનાથી મુક્ત રહેવું જોઈએ. જીવનની સાચી સફળતા માટે રોજ મંદિરે જઈ દર્શન કરવા, નિત્ય તિલક-ચાંદલો કરવો અને રવિસભામાં નિયમિત હાજરી આપવી જરૂરી છે. સંતોનો સમાગમ, સંયમ, સેવા અને સદાચાર જ યુવાનીના સાચા આભૂષણો છે. સંસ્કારી યુવાન જ આદર્શ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter