ટોરન્ટો બીએપીએસ મંદિરની મુલાકાતે પીયુષ ગોયલ

Friday 05th June 2026 06:29 EDT
 
 

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયુષ ગોયલે કેનેડા પ્રવાસ દરમિયાન 26 જૂનના રોજ ટોરન્ટોમાં શ્રી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે મુલાકાત લીધી હતી. કેનેડા ખાતેના ભારતીય હાઇકમિશનર દિનેશ પટનાયક અને ટોરન્ટો સ્થિત ભારતીય કોન્સલ જનરલ મહાવીર સિંઘવી સહિતના મહાનુભાવો સાથે આવેલા ગોયલનું મંદિરના કોઠારી સ્વામી પૂ. ગુણસાગરદાસ સ્વામીએ પરંપરાગત સ્વાગત કર્યું હતું. ગોયલ સહિતના મુલાકાતીઓએ દર્શન બાદ મંદિરની મુલાકાત લીધી હતી અને નિલકંઠવર્ણીની પ્રતિમા પર અભિષેક કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter