ડાયાબિટીશ ભીતિ નિવારણ અભિયાન

Tuesday 30th June 2015 14:08 EDT
 

'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' અને સંગત સેન્ટર દ્વારા આગામી તા. ૧ અોગસ્ટ, ૨૦૧૫ શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સંગત સેન્ટર, ૨૨ સેનક્રોફ્ટ રોડ, અોફ લોકેટ રોડ, હેરો ખાતે ડાયાબિટીશ ભીતિ નિવારણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં ઝી ટીવી પર રજૂ થતા 'આઉટ એન્ડ અબાઉટ' કાર્યક્રમના પ્રોડ્યુસર અને જાણીતા પત્રકાર શ્રી ધૃવ ગઢવી પોતાના અનુભવો રજૂ કરશે. આ હોલમાં ૭૦ વ્યક્તિઅોને સમાવવાની ક્ષમતા છે. આપ જો જીપી હો અથવા તો ડાયાબિટીશના નિષ્ણાંત કે ફાર્મસીસ્ટ હો તો આપના વિચારો રજૂ કરવા નમ્ર વિનંતી છે. આપ જો આ અભિયાનમાં ભાગ લેવા માંગતા હો તો આજે જ આપનું નામ કમલ રાવને ફોનનં. 020 7749 4001 ઉપર નોંધાવવા નમ્ર વિનંતી છે.

અવસાન નોંધ

* શ્રી નયનભાઇ પ્રભાકર બાવીશીનું ૬૦ વર્ષની વયે શુક્રવાર તા ૨૬ જુન ૨૦૧૫ના રોજ લંડન ખાતે દુ:ખદ અવસાન થયું છે.

સદ્ગત એમની પાછળ પત્ની પૂર્ણિમાબેન સહિત વિશાળ પરિવારને વિલાપ કરતા છોડી ગયા છેપરમકૃપાળુ પરમાત્મા સદ્ગત અાત્માને સદ્ગતિ અાપે અને એમના કુટુંબીજનોને અા અાઘાત સહન કરવાની શક્તિ અાપે એવી પ્રાર્થનાસંપર્કરાજ બાવીશી. 07957 465 201.

ક્રોયડન સરે ખાતે રહેતા અને મૂળ ગુજરાતના જોડીયા ગામના વતની શ્રી અરવિંદભાઇ આત્મારામ રાવલનું તા૩૦--૧૫ના રોજ દુ:ખદ નિધન થયું છેતેઅો ૧૯૭૮માં લિંડીટાન્ઝાનીયાથી યુકે આવ્યા હતાસંપર્કચંદ્રાબેન રાવલ 020 8656 4335.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter