તેઓ રાણીઓમાં મહારાણી હતાંઃ ZTFE દ્વારા ક્વીનને શ્રદ્ધાંજલિ

Wednesday 28th September 2022 06:51 EDT
 
 

ઝોરોસ્ટ્રિઅન ટ્રસ્ટ ફંડ્સ ઓફ યુરોપ (ZTFE) દ્વારા દિવંગત હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતીય માટે સર્વિસ ઓફ કોમેમોરેશન અને થેંક્સગિવિંગનું આયોજન 17 સપ્ટેમ્બર,શનિવારે રેનેર્સ લેનસ્થિત ઝોરોસ્ટ્રિઅન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. હર મેજેસ્ટીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા વક્તાઓએ જણાવ્યું હતું કે ક્વીન ગર્વ અને પ્રતિબદ્ધતા સાથે જીવન જીવ્યાં હતાં. તેઓ તમામ રાણીઓમાં મહારાણી હતાં. તેઓ હૃદયપૂર્વક સૌથી આદરણીય મોનાર્ક હતાં.

ZTFEના પ્રેસિડેન્ટ માલ્કોમ ડેબૂ, લોર્ડ કરન બિલિમોરીઆ, રુસી કે દલાલ, દોરાબજી, નવીનભાઈ શાહCBE , શેહનાઝ, વોરન્ટ ઓફિસર આર્મી અશોક ચૌહાણ, સર રોબિન્ટન કલિફા OBE, હરમંદર સિંહે ઓડયન્સને સૌથી વિશેષ સંસ્મરણોના સહભાગી બનાવ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter