દિવાળીના કાર્યક્રમો

Wednesday 27th October 2021 02:08 EDT
 
• BAPS સ્વામિનારાયણ સંસ્થા, યુકે અને યુરોપદિવાળી દર્શન – દિવાળી અને નૂતનવર્ષના તહેવાર દરમિયાન યુકેના તમામ BAPS સ્વામિનારાયણ મંદિરો ખૂલ્લા રહેશે અને દર્શનનો સમય નીચે પ્રમાણે રહેશે. તા.૪ નવેમ્બર ગુરુવાર સવારે ૯.૦૦થી રાત્રે ૮, તા.૫ નવેમ્બર શુક્રવાર સવારે ૧૦થી રાત્રે ૯, તા. ૬ નવેમ્બર શનિવાર સવારે ૯થી રાત્રે ૮, તા.૭ રવિવાર સવારે ૯ થી સાંજે ૬ દર્શન માટે અગાઉથી neasdentemple.org પર બુકિંગ કરાવવું જરૂરી છે. સંપર્ક. 020 8965 2651• શ્રી સ્વામિનારાયણ મંદિર, વુડલેન સ્ટેનમોર HA7 4LFતા.૩ નવેમ્બરને બુધવાર – કાળી ચૌદશ – હનુમાન પૂજન સાંજે ૭.૩૦, તા.૪ને ગુરુવાર -  દિવાળી અને લક્ષ્મી પૂજન સાંજે ૭, તા.૫ને શુક્રવાર -  અન્નકૂટ ઉત્સવ – નૂતન વર્ષ ૨૦૭૮ અન્નકૂટ સવારે ૭થી સાંજે ૭,  અન્નકૂટ આરતી સવારે ૭ અને સાંજે ૬ વાગે તા.૧૮ નવેમ્બર તુલસી વિવાહ – તુલસી બાઈ અને લાલજી મહારાજ મંડપ રોપણ સાંજે ૭, બાદમાં મહાપ્રસાદ તા.૧૯ નવેમ્બર – વિવાહવિધિ સાંજે ૭.૩૦ બાદમાં મહાપ્રસાદ
વેબસાઈટ – www.swaminarayansatsang.com સંપર્ક. 0208 954 0206• શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડન, ૨૨૦ – ૨૨૨, વિલ્સડન લેન, લંડન NW2 5RG 
તા.૩ નવેમ્બર સાંજે ૭.૦૦ હનુમાન પૂજન, તા.૪ નવેમ્બર દિવાળી - સાંજે ૭ દિવાળી અને લક્ષ્મી પૂજન, તા.૫ નવેમ્બર નૂતન વર્ષ - અન્નકૂટ ઉત્સવ – દર્શન સવારે ૮થી સાંજે ૭ – સવારે  ૧૧ વાગે મહાઆરતી અને બાદમાં મહાપ્રસાદ ભોજન, તા.૧૮ સાંજે ૬.૩૦ લાલજી મહારાજ મંડપ રોપણ સાંજે ૭, બાદમાં મહાપ્રસાદ તા.૧૯ તુલસી વિવાહવિધિ સાંજે ૬ વાગે, બાદમાં મહાપ્રસાદ
વેબસાઈટ -  WWW.SSTW.ORG.UK સંપર્ક. 020 8459 4506• શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે દિવાળી હિંદુ નૂતન વર્ષની ઉજવણી
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે તા.૧.૧૧.૨૧ને સોમવારથી તા.૫.૧૧.૨૧ને શુક્રવાર સુધી દિવાળી હિંદુ નૂતન વર્ષ નિમિત્તે વિવિધ આયોજન થશે. પ નવેમ્બરને શુક્રવારે હિંદુ નૂતન વર્ષ સંવત ૨૦૭૮ની ઉજવણી નિમિત્તે સવારે ૧૧થી સાંજે ૮ દરમિયાન અન્નકૂટ યોજાશે. તેમાં ભગવાનને વિવિધ પ્રકારની વાનગીઓ ધરાવવામાં આવશે. તે ઉપરાંત ભવ્ય રંગોળી પણ કરવામાં આવશે. આ ઉજવણીમાં ભાગ લેવા માટે ટિકીટ લેવી જરૂરી છે. જે SwaminarayanGadi.com/London પરથી મેળવી શકાશે.  
વધુમાં, તા.૭.૧૧.૨૧ને રવિવારે મંદિરમાં બ્લડ ડોનેશનનું આયોજન કરાયું છે. પોતાની જાત કરતાં સમાજને પહેલા મહત્ત્વ આપો અને રક્તદાન કરો. રજિસ્ટ્રેશન કરાવવા અને વધુ માહિતી માટે blood.co.uk વિઝિટ કરશો.
તે ઉપરાંત, તા.૨૦.૧૦.૨૧ને બુધવારથી તા. ૭.૧૧.૨૧ને રવિવાર સુધી એટલે કે તહેવારના સમયગાળા  દરમિયાન લોકલ ચેરિટીને સપોર્ટ કરવા માટે મંદિર ખાતે બગડી ન જાય તેવી ફૂડ આઈટમ્સ ડોનેટ કરી શકાશે.  
સ્થળઃ શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી, 211, કિંગ્સબરી રોડ, કિંગ્સબરી લંડન NW9 8AQ
સંપર્ક. 0208 200 1991

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter