કુમકુમ મંદિરના સંતો દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે દુબઇમાં વિશેષ આયોજન કરાયું હતું. જેના ભાગરૂપે મરીના દરિયામાં બોટની અંદર શિક્ષાપત્રી ગ્રંથનો ચાંદીના પુષ્પોથી અભિષેક કરાયો હતો તેમજ શિક્ષાપત્રી ગ્રંથનો પાઠ કરાયો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને આજથી 200 વર્ષ પહેલા શિક્ષાપત્રી ગ્રંથની રચના વડતાલમાં કરી હતી. આ ગ્રંથ જે કોઈ વાંચે તે આ લોક અને પર લોકમાં સુખી થાય છે.