નડિયાદ નાગરિક મંડળની એજીએમ અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી

Saturday 26th July 2025 16:12 EDT
 
 

નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી વધુ સભ્યોએ હાજરી આપીને એજીએમથી લઇને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગની તસવીરમાં (ડાબેથી) અજિત દેસાઇ (પ્રેસિડન્ટ, નડિયાદ નાગરિક મંડળ), ભદ્રેશભાઇ પટેલ (સોજિત્રા સમાજ), મહેન્દ્ર પટેલ (કરમસદ સમાજ), નૈનેશ પટેલ (વસો નાગરિક મંડળ), જયરાજ ભાદરણવાલા (ચેરમેન - છ ગામ નાગરિક મંડળ), બિમલ પટેલ (ભાદરણ બંધુ સમાજ) અને મહેન્દ્ર પટેલ (ધર્મજ સોસાયટી - લંડન) જ્યારે બીજી તસવીરમાં આ પ્રસંગે ઉપસ્થિત સમાજના પરિવારજનો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter