નવા કાયદાના અમલમાં ‘ઓપ્ટ આઉટ’ને આવકારતા હિન્દુઓ અને જૈનો

જ્યોત્સના શાહ Wednesday 27th May 2020 07:24 EDT
 
 

૨૦ મે ૨૦૨૦થી ઇંગ્લેન્ડમાં “ઓપ્ટ આઉટ" કાયદાના અમલનો આરંભ થઇ ગયો જેને જૈન અને હિન્દુ ઓરગન ડોનેશન ( JHOD ) સ્ટીંયરીંગ ગૃપે આજે આવકાર્યો છે. આ નવા કાયદાના બદલાવનો મતલબ એ થશે કે, હવે ઇંગ્લેન્ડ સ્થિત બધા જ પુખ્ત વયનાઓના અવસાન બાદ અવયવ દાતા તરીકે સંમતિ છે એમ માની લેવાશે. સિવાય કે, જેઓએ અવયવ દાનના ફોર્મમાં અવયવ દાન માટે અસંમતિ દર્શાવી હશે તેવા પુખ્ત વયના અવયવ દાનના ગૃપમાંથી બહાર રહેશે.
લોર્ડ જીતેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, “ એ સ્પષ્ટ છે કે, નવા કાયદાના અમલમાં કોવીદ-૧૯ની પડકારજનક પરિસ્થિતિ ઉભી થઇ હોવાને કારણે અવયવ પ્રત્યારોપણ (ઓરગન ટ્રાન્સપ્લાન્ટ)ની પ્રક્રિયા જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા તત્કાળ જરૂરત હોય એવાઓ માટે જ હાથ ધરાશે.”
વધુમાં ઉમેર્યું કે, "તેમછતાં દરેક વ્યક્તિએ પોતાના કુટુંબના નિકટજન સમક્ષ અવયવ દાન વિષયક પોતાના નિર્ણયની જાણ કરવી એ અત્યંત જરૂરી છે. આપણા હિન્દુ અને જૈન પરંપરામાં નિ:સ્વાર્થ સેવા કે સેવાનું મહત્વ જણાવાયેલ છે. જીવનમાં કોઇને જીવન દાન આપવું એ સૌથી મહામૂલી ભેટ મનાય છે - જેથી હું વિનંતિ કરૂં છું કે, સૌ કોઇએ હકારાત્મક નિર્ણય લઇ અન્યોને જીવન દાન બક્ષવા મદદરૂપ થવું.”
સ્ટીયરીંગ ગૃપના ચેર કિરીટ મોદીએ જણાવ્યું કે, “હું કાયદાના બદલાવને આવકારું છું, કારણકે એનાથી કાળક્રમે અવયવ પ્રત્યારોપણની સંખ્યા વધશે અને કંઇ કેટલાયના જીવન બચાવવામાં મદદરુપ થઇ પડશે. હું હિન્દુ અને જૈન કોમ્યુનિટીના સભ્યોને નમ્ર અપીલ કરું છું કે, અવયવ દાનમાં તમારો સહકાર નોંધાવો અને એ બાબતમાં તમારા કુટુંબીજનો સાથે ચર્ચા - વિચારણા કરો. આ અંગે જાગ્રતતા લાવવા કેટલીય હિન્દુ અને જૈન સંસ્થાઓએ તેમની સ્થાનિક કોમ્યુનિટીમાં અવયવ દાનના કાયદાને નોંધપાત્ર પુષ્ટિ આપી તઓનો હું હ્દય પૂર્વક આભાર માનું છું અને તેઓને સહકાર ચાલુ રાખવા અપીલ કરું છું. ”
કોવીદ-૧૯ મહામારીને કારણે અવયવ પ્રત્યારોપણ મેળવનારા અને ડાયાલીસીસના દર્દીઓ પર ભારે અસર થઇ છે, સવિશેષ BAME સમાજોના દર્દીઓને. ડાયાલીસીસના દર્દીઓની વધતી જતી સંખ્યાને કારણે એમને કોવીદ-૧૯ થવાનો ખતરો પ્રાણઘાતક નીવડે એવી સંભાવના વધી ગઇ છે.
હાલની કટોકટીમાંથી બચવા આપણે નવા નવા આયોજનો કરી રહ્યા છે એમાં આ અપ્રમાણતા તરફ લક્ષ આપવા હું હોસ્પીટલોને, NHSઅને બ્લડ ટ્રાન્સપ્લાન્ટને BAME દર્દીઓની વધતી જતી સંખ્યા ઘટાડવા બાબત કાળજીપૂર્વક ધ્યાનમાં લેવાય અને એ માટે નેશનલ BAME ટ્રાન્સપ્લાન્ટ એલાયન્સને પણ એમાં સામેલ કરાય એવી વિનંતિ કરૂં છું.”
ઓરગન ડોનેશન વિષે હિન્દુ અને જૈન સમાજમાં જાગૃતિ લાવવા માટે વણિક કાઉન્સિલ યુ.કે.,જલારામ મંદિર, લેસ્ટર, જૈન નેટવર્ક, ઓશવાળ એસોસિએશન યુ.કે અને વિરાયતન યુ.કે.ને NHSBT તરફથી ફંડ ફાળવવામાં આવ્યું હતું.
 નવેમ્બર ૨૦૧૯ થી એપ્રિલ ૨૦૨૦ સુધીમાં યુ.કે.માં અવયવ પ્રત્યારોપણની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ૩૬૦માંથી ૯૯નો આંક થઇ ગયો. યુ,કે.માં ડાયાલીસીસ વધવાનું કારણ કોરોના વાયરસ છે. ૬ મે ૨૦૨૦ સુધીમાં ૩૬૯૩ કીડનીના દર્દીઓ કોરોના વાયરસના ભોગ બન્યાં હતાં અને ઇંગ્લેન્ડના રેનલ સેન્ટરોમાં કોવીદ-૧૯ના કારણે ૧૦૫૮ કિડનીના દર્દીઓ મોતને શરણ થયાં હતાં.
ઓરગન ડોનેશન વિષયક આપનો નિર્ણય રજીસ્ટર કરાવવા વેબસાઇટ www.organdonation.nhs.uk/register-to-donateની વીઝીટ કરો અથવા કોલ કરો : 0300 123 2323.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter