અમદાવાદ: શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ - નાઈરોબી અને શ્રી સ્વામિનારાયણ મંદિર - પાર્કલેન્ડ દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે પરમ આચાર્ય સ્વામીજી મહારાજના હસ્તે કેન્યા સોસાયટીના બધિર બાળકો માટે 5,25,000 કેન્યા શિલિંગનો દાનનો ચેક કેન્યાના કેબિનેટ સેક્રેટરી વિક્લિફે એમ. મુડુવાડી અને કેન્યા સોસાયટીના ચેરમેન જ્યોફ્રી વેઇથગોને અર્પણ કરાયો હતો. આ પ્રસંગે મુડુવાડીએ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનની ધાર્મિક ઉપરાંત સામાજિક રચનાત્મક પ્રવૃત્તિઓને બિરદાવી હતી.


