નિસડન મંદિરે ધર્મ - ભક્તિ - સત્સંગનો ત્રિવેણી સત્સંગ

Tuesday 29th September 2026 16:32 EDT
 
 

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ લંડન વિચરણ કરી રહ્યા છે તે પ્રસંગે નિસડન મંદિરે ધર્મ-ભક્તિ-સત્સંગના શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. આવા જ આયોજનના ભાગરૂપે (ફોટો 1 - 2) 24 સપ્ટેમ્બર - ગુરુવારે સત્સંગ દીક્ષા વિદ્વાન સન્માન મહોત્સવ યોજાયો હતો. જેમાં સત્સંગ દીક્ષાના સંસ્કૃત મુખપાઠ પૂર્ણ કરનારા બાળકોને મહંત સ્વામી મહારાજની નિશ્રામાં બિરદાવવામાં આવ્યા હતા. (ફોટો 3 અને 4) ‘સોળ આની સત્સંગઃ સત્સંગીની ઓળખ’ થીમ સાથે યોજાયેલી સંયુક્ત મંડળ દિનની ઉજવણી દરમિયાન મહંત સ્વામી મહારાજને ફૂલહારથી સન્માનતા અને સુશોભિત શાલ અર્પણ કરતા સંતો. (ફોટો 5-6-7-8) 26 સપ્ટેમ્બર શનિવારે યોજાયેલા બાલ-બાલિકા અધિવેશન 2026-27 દરમિયાન ‘નિષ્ઠાઃ ધ અલ્ટીમેટ ટ્રેઝર’ દરમિયાન બાળકો દ્વારા રજૂ થઇ રહેલી ઉપદેશાત્મક નાટિકા નિહાળતા મહંત સ્વામી મહારાજ અને સ્વામીશ્રી પ્રત્યે ઉલ્લાસભેર પોતાનો પ્રેમ-આદર વ્યક્ત કરતા બાળકો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter