નિસડનમાં આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સોમવારે હોળી પર્વની રંગેચંગે ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓએ હોલિકા દહન બાદ તેનું પૂજન અને પરિક્રમા કર્યા હતા. ઉમંગઉલ્લાસના રંગે રંગાયેલા ભક્તોએ બાદમાં ખાણીપીણીની મજા માણી હતી.


