નિસ્ડન મંદિર દ્વારા 8 નવેમ્બરે દીવાળી ઉત્સવમાં આતશબાજીનો કાર્યક્રમ

Wednesday 28th October 2026 07:47 EDT
 
 

લંડનઃ વિશ્વભરમાં કરોડો લોકો આગામી મહિને દીવાળીનો ઉત્સવ ઉજવશે ત્યારે નિસ્ડન ટેમ્પલ દ્વારા વાર્ષિક આતશબાજીનો કાર્યક્રમ યોજાનાર છે. નિસ્ડન ટેમ્પલના લોકપ્રિય નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા રવિવાર 8 નવેમ્બરે દીવાળીની ઉજવણીમાં સમગ્ર નોર્થ લંડન કોમ્યુનિટીને આમંત્રિત કરવામાં આવેલ છે. ચોપડાપૂજનના આશીર્વાદ અને આગામી વર્ષમાં સફળતાની પ્રાર્થના સહિત ભક્તિમય કાર્યક્રમોનો આરંભ સાંજના 5.45 કલાકથી કરાશે.

બ્રેન્ટફિલ્ડ રોડ પર મંદિરની સામે હંમેશાંની માફક ફૂડ હોલ ગોઠવાશે, જ્યાં ફૂડ સ્ટોલ્સ રખાશે તેમજ ગિફ્ટ શોપ પણ હશે જ્યાંથી મુલાકાતીઓ મીઠાઈની ભેટ અને 2027નું કેલેન્ડર મેળવી શકશે. લગભગ રાતના 8 કલાકે ગિબન્સ રીક્રીએશન ગ્રાઉન્ડ પર નિઃશુલ્ક આતશબાજીના ભવ્ય કાર્યક્રમ સાથે દિવસનું સમાપન કરાશે. દીવડાઓના ઉત્સવ તરીકે જાણીતા દીવાળી ઉત્સવનું મહત્ત્વ અંધકાર પર પ્રકાશ અને અશુભ પર શુભના વિજયને પ્રદર્શિત કરે છે.

મુલાકાતીઓ અને ભાવિકોને મંદિર સુધી લાવવા અને લઈ જવા માટે નિસ્ડન સ્ટેશન અને મંદિર વચ્ચે સાંજના 5.30 કલાકથી 7.30 કલાક સુધી સ્પેશિયલ બસ સેવા દર 10 મિનિટે મળશે. આતશબાજીના કાર્યક્રમ પછી વળતી બસ દર 8 મિનિટે 9.30 કલાક સુધી મળી શકશે. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ મુલાકાતીઓની મદદ માટે સ્ટેશન પર ઉપસ્થિત રહેશે. આયોજકો દ્વારા મુલાકાતીઓને મોટી બેગ્સ નહિ લાવવાની સલાહ ઇપાઈ છે. તમામ બેગ્સની તપાસ કરવામાં આવશે. 35cm x 20cm x 10cmથી મોટી તમામ બેગ્સ નિર્ધારિત બેગ ડ્રોપ પર મૂકવાની રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter