નેપાળના પૂરગ્રસ્તોની સહાય માટે હેરોના બ્લુ રુમ ખાતે 1 સપ્ટેમ્બર 2026ના રોજ ચેરિટી ઈવેન્ટ યોજાયો હતો, જેમાં 300થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોની ઉદારતા અને સપોર્ટ સાથે 50,000 પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરવામાં આવી હતી. આ રકમ નેપાળ સરકારના વડા પ્રધાનના ડિઝાસ્ટર રીલિફ ફંડમાં સીધી જ ટ્રાન્સફર કરવામાં આવશે. ગ્રીનફર્ડ લાયન્સ ક્લબના સભ્યો દ્વારા 5000 પાઉન્ડનો ફાળો અપાયો હતો. તસવીરમાં ક્લબના સભ્યો ભાસ્કરભાઈ પટેલ, ડો. માણેકભાઈ પટેલ, દિવાશભાઈ જોશી, મહેશભાઈ આર્યલ (ઈવેન્ટના આયોજક) ધર્મેશભાઈ દેસાઈ, કાન્તિભાઈ નાગડા અને મહેન્દ્રભાઈ પટ્ટણી જોઈ શકાય છે.


