પાનસડા ગામે પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ

Tuesday 16th April 2024 06:53 EDT
 
 

ગુજરાતના પાનસડા ગામની પ્રાથમિક શાળા તેની સ્થાપનાની લગભગ એક સદી પછી ઐતિહાસિક રૂપાંતરની સાક્ષી બની છે. ભારતના ગુજરાતના રાજકોટસ્થિત પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અવિરત પ્રયાસો થકી આ રૂપાંતર શક્ય બન્યું છે. હર્ષદભાઈ લાખાણી અને પરિવાર સાથે પરોપકારી પાર્ટનરશિપના પરિણામે, આ પ્રોજેક્ટ વંચિત વર્ગના બાળકો માટે આશાની દીવાદાંડી તરીકે સેવારત છે.

લોકાર્પણ સમારંભવિધિ ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર અને એશિયન વોઈસ, યુકેના સીનિયર એડિટર જ્યોત્સનાબહેન શાહની ઉપસ્થિતિમાં શ્રી હર્ષદભાઈ લાખાણી દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુએસએથી લાખાણી પરિવારની આગલી પેઢી, મિ. ટોની અને મિસિસ વિભા લાખાણી સુબરાજ, મિસિસ શુભા લાખાણી અને મિ. બિન્ઘામ સ્કોટ અને યુકેથી દેવીબહેન પારેખ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સમારંભના સાક્ષી રહેલા આ સહુએ ઉમદા ઉદ્દેશ્યને સપોર્ટ કર્યો હતો.

લોકાર્પણમાં ઉપસ્થિત ગુજરાત સમાચારના કન્સલ્ટિંગ એડિટર અને એશિયન વોઈસ, યુકેના સીનિયર એડિટર જ્યોત્સનાબહેન શાહ જર્નાલિઝમ અને સાહિત્યક્ષેત્રે નોંધપાત્ર અને સન્માનીય કારકીર્દિ ધરાવવાં સાથે સશક્તિકરણ અને પરોપકારિતામાં પ્રેરણાના સ્વરૂપે કાર્યરત છે. તેમનાં નોંધપાત્ર લેખનકાર્યોમાં સમાવિષ્ટ ‘જીવન એક, સૂર અનેક’ અને ‘તમારા વિના’ને આંતરરાષ્ટ્રીય પ્રસંશા પ્રાપ્ત થઈ છે. પોતાના લખાણો દ્વારા પરિવર્તનની પ્રેરણા આપવાની તેમની શક્તિ ઉજાગર થઈ છે. સાહિત્યક્ષેત્રે સફળતા ઉપરાંત, ગુજરાત સમાચારના એમ્બેસેડર તરીકે જ્યોત્સનાબહેનની ભૂમિકા તેમના પ્રભાવને સરહદોથી પાર વિસ્તારી વિશ્વભરમાં આશા અને રચનાત્મક પરિવર્તનને આગળ ધપાવવામાં કાર્યરત રહી છે. શિક્ષણ અને પરગજુતા પ્રત્યે તેમની સમર્પિત નિષ્ઠા પ્રકાશમાન છે અને ભાવિ પેઢીઓને અનુકંપા અને પ્રતિબદ્ધતા પ્રતિ માર્ગદર્શન પૂરાં પાડે છે.

જ્યોત્સનાબહેન શાહે શ્રીમતી બીના અને NVA, UK ના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર મિ. ડેવિડ હોલ્ડેન, શકુબહેન શેઠ, દેવીબહેન પારેખ, ઉષાબહેન શાહ, રોશનબહેન અને વિનોદભાઈ માલવિયા, યુકે તથા કુમુદબહેન દોશી, કેન્યાની સાથે પ્રોજેક્ટ ‘લાઈફ’, ગ્લોબલ હેડક્વાર્ટર અને તેની કામગીરી, લાઈફ બ્લડ સેન્ટર, લાઈફ થેલેસેમિઆ પ્રીવેન્શન સેન્ટર અને લાઈફ ગ્રીનફિલ્ડ સેન્ટરની મુલાકાત લીધી હતી. જ્યોત્સનાબહેન શાહે પ્રોજેક્ટ ‘લાઈફ’, ગ્લોબલ હેડક્વાર્ટર અને તેની કામગીરીની મુલાકાત અદ્ભૂત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વિવિધ માનવતાવાદી પહેલો કેવી રીતે આટલી બધી જિંદગીઓમાં નોંધપાત્ર તફાવત સર્જે છે તે નિહાળવાનું ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે લોહીની જરૂરિયાત ધરાવતા પેશન્ટ્સ, થેલેસેમિઆગ્રસ્ત બાળકો તેમજ પર્યાવરણ સુરક્ષા અને પ્રોજેક્ટ ‘લાઈફ’ દ્વારા અન્ય નોંધપાત્ર કામગીરીઓને તેમના નિરંતર સમર્થનનો પુનરુચ્ચાર કર્યો હતો.

જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું હતું કે,‘જબલપુરમાં શ્રીમતી બીના અને NVA, UK ના EC મેમ્બર મિ. ડેવિડ હોલ્ડેન અને દેવીબહેન પારેખની સાથે નવનાત યુકે પ્રાઈમરી સ્કૂલનાં છઠ્ઠા વાર્ષિકોત્સવની ઉજવણી પછી શાળાની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહથી અમે રોમાંચિત બની ગયાં હતા. વિદ્યાર્થીઓના ઉત્સાહે અમને સ્માર્ટ ક્લાસના ઈનિશિયેટિવ તેમજ એજ્યુકેશનલ ટેબ્લેટ્સની જોગવાઈને સતત સપોર્ટ અને ઈન્વેસ્ટમેન્ટના મહત્ત્વમાં અમારી માન્યતાને મજબૂત બનાવી હતી. આ ઈનિશિયેટિવ્ઝ ગ્રામીણ બાળકો માટે એકસમાન ક્ષેત્રની રચના, તેમની શૈક્ષણિક યાત્રાની વૃદ્ધિ અને આવતી કાલના પડકારો માટે તેમને સજ્જ બનાવવાના હેતુસરના છે.’

આપની આગામી ભારત મુલાકાત દરમિયાન માનવતાવાદી પ્રોજેક્ટ્સ થકી 9.9 મિલિયન જિંદગીઓને અસર કરતી 46 વર્ષની માનવતાવાદી યાત્રાના સાક્ષી બનવા પ્રોજેક્ટ ‘લાઈફ’ રાજકોટ, ગુજરાત આવવા ભાવભીનું આમંત્રણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter