પૂ. મહંત સ્વામી મહારાજના જીવનકાર્યને આદરાંજલિ અર્પતો ‘એશિયન વોઇસ’નો વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’

Wednesday 23rd September 2026 04:51 EDT
 
 

આદરણીય સાધુપુરુષ અને BAPS ના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના યુકે આગમનને વધાવવા એશિયન વોઈસ દ્વારા સ્મરણોચિત વિશેષાંક ‘ધ પાવર ઓફ સેવા’નું પ્રકાશન કરવામાં આવ્યું હતું. આ વિશેષાંક પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રેરણાદાયી જીવન, નિઃસ્વાર્થ સેવા અને BAPSની ચિરસ્થાયી વૈશ્વિક પરંપરાને હૃદયપૂર્વક આદરાંજલિ અર્પે છે. સ્વાગત સભામાં સી.બી. પટેલને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મળ્યું હતું, જ્યાં વિશેષાંકનું ઔપચારિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સભામાં જ સી.બી. પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે આ પ્રસંગને ભારે વિનમ્ર અને સ્મરણીય પળ તરીકે ગણાવ્યો હતો. સી.બી. પટેલે આ વિશિષ્ટ સન્માનને માત્ર પોતાના માટે જ નહિ, યુકે અને ભારતમાં કાર્યરત સમગ્ર ટીમને અર્પણ કર્યું હતું, જેમના સમર્પણ, સખત મહેનત અને સામૂહિક પ્રયાસોએ આ સ્મરણોચિત વિશેષાંક અને આ સ્મરણીય પ્રસંગને શક્ય બનાવ્યો હતો. આ પ્રસંગે સદ્ગુરુ પૂ. ભક્તિપ્રિયદાસ (કોઠારી) સ્વામી, સદ્ગુરુ પૂ. ત્યાગવલ્લભદાસ સ્વામી, સદ્ગુરુ પૂ. ઈશ્વરચરણદાસ સ્વામી, સદ્ગુરુ
પૂ. વિવેકસાગરદાસ સ્વામી અને પૂ. આત્મસ્વરૂપ સ્વામી સહિત અનેક આદરણીય સાધુઓ અને સંતોએ ઉપસ્થિત રહી સમગ્ર પ્રસંગને શોભાવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter