બોચાસણવાસી શ્રી સ્વામિનારાયણ અક્ષરપુરુષોત્તમ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલમાં દિલ્હી વિચરણ કરી રહ્યા છે. તેમના દર્શનાર્થે હરિભક્તો મોટી સંખ્યામાં અક્ષરધામ ખાતે ઉમટી રહ્યા છે. મહંત સ્વામી મહારાજે હરિયાણાના પંચકુલા અને કુરુક્ષેત્રના મંદિરમાં સ્થપાનારી પ્રતિમાઓમાં 22 માર્ચે પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરી હતી. આ પ્રસંગે પૂ. ઇશ્વરચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. વિવેકસાગર સ્વામી સહિતના વરિષ્ઠ સંતો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે નીચેની તસવીરમાં પૂ. મહંત સ્વામી મહારાજ પૂ. ઇશ્વરચરણ સ્વામી પર પુષ્પવર્ષા કરતા નજરે પડે છે.


