પૂ. મહંત સ્વામીએ શરદપૂનમે નેનપૂરથી લાઈવ સભાને સંબોધી

Tuesday 03rd November 2020 10:44 EST
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ શરદપૂનમના દિવસે ૩૧ ઓક્ટોબરને શનિવારે સવારે પૂ. ગુણાતીતાનંદ સ્વામીની મેટાલીક મૂર્તિની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાવી હતી. આ મહોત્સવનું સમગ્ર સંચાલન નેનપૂરથી થયું હતું. આ મહોત્સવ નિમિત્તે નેનપૂરમાં નગરયાત્રા નીકળી હતી. બપોરે યોજાયેલી સભાને પૂ. મહંત સ્વામીએ સંબોધી હતી.

આ ઉપરાંત, દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહીને સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter