BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ વડોદરાના અટલાદરા ખાતે બિરાજમાન છે. તેઓ ૨જીએ ગોંડલથી રાજકોટ ગયા હતા અને ત્યાંથી વિચરણ માટે વડોદરાના અટલાદરા પહોંચ્યા હતા. ૭ ડિસેમ્બરને મંગળવારે પૂ. પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદમાં પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી શતાબ્દિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પૂ. મહંત સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં સંત દીક્ષા મહોત્સવ યોજાયો હતો. પૂ. મહંત સ્વામીએ દીક્ષા લેનારા સંતોને આશીર્વચન પાઠવ્યા હતા. ૧૧ ડિસેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં પૂ. પ્રમુખ સ્વામી વિશે પ્રવચનો થશે તેમજ તેમના જીવન અને કાર્યો વિશે ડોક્યુન્ટરી પણ દર્શાવાશે. ૧૧મીએ પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી શતાબ્દિ મહોત્સવ ઉદઘોષ થશે. આ મહોત્સવનું જીવંત પ્રસારણ live.baps.org પર નિહાળી શકાશે.અગાઉ પૂ. મહંત સ્વામીએ યુગપુરુષ સંત આશ્રમનું ઉદઘાટન કર્યું હતું.
પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.