અમદાવાદમાં શાહીબાગ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 15 ઓગસ્ટે પ.પૂ. મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં ભારતનો 80મો સ્વતંત્રતા દિન ઉત્સાહભેર મનાવાયો હતો. રાષ્ટ્રગૌરવ અને સૌ ભારતીયોની સુખાકારીની મંગલ પ્રાર્થના સાથે પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલાં આ પર્વમાં ઉપસ્થિત સૌ કોઈએ રાષ્ટ્ર પ્રત્યે અસ્મિતાની અનોખી ઊર્જા અનુભવી હતી. પ.પૂ. મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ઉજવાયેલાં સ્વતંત્રતા પર્વે 15 હજાર કરતાં વધુ હરિભક્તો જોડાયા હતા.


