BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે બિરાજમાન છે. ચાણસદમાં યોજાયેલા પૂ. પ્રમુખ સ્વામી જન્મજયંતી શતાબ્દિ મહોત્સવમાં પૂ. મહંત સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચાણસદમાં પૂ. પ્રમુખ સ્વામીના જન્મસ્થળની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે પૂ. પ્રમુખ સ્વામી વિશેના પ્રદર્શનને નિહાળ્યું હતું. બે તબક્કામાં યોજાયેલા સંત દીક્ષા મહોત્સવમાં પૂ. મહંત સ્વામીએ દીક્ષા લેનારા પાર્ષદોને આશીર્વચન પાઠવ્યા હતા. પૂ. મહંત સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ માટે બર્થ ડે કાર્ડ પણ તૈયાર કર્યું હતું.
પૂ. મહંત સ્વામીએ ખજૂરીયા, દેવતાજ (મહેલાવ) તથા પ્રતાપનગર (બારડોલી)માં BAPSશ્રી સ્વામીનારાયણ મંદિરોમાં પધરાવવાની મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.