પૂ. મહંત સ્વામીનું નેનપૂરમાં વિચરણ

Tuesday 08th December 2020 14:23 EST
 
 

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમણે ૩જી ડિસેમ્બરે સત્સંગ દીક્ષા - બ્રેઈલ (કેનેડા વર્ઝન)નું વિમોચન કર્યું હતું. પૂ. મહંત સ્વામી દરરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાધુ - સંતો સાથે સત્સંગ કરે છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter