BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તાજેતરમાં પૂ. મહંત સ્વામીએ ઈંગ્લિશ પ્રિન્ટ ‘સ્ટડી ટેક્નીક’નું વિમોચન કર્યું હતું. તેમણે સત્સંગ દીક્ષા શાસ્ત્ર મુખપાઠ એવોર્ડ વિજેતાઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આશીર્વાદ આપ્યા હતા.
પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો વેબકાસ્ટીંગના માધ્યમથી લાભ લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.