પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજને સમર્પિત વિશેષાંક

Tuesday 29th August 2023 08:58 EDT
 
 

એબીપીએલ ગ્રૂપ દ્વારા હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના વર્તમાન ગુરુ અને વડા પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજને સમર્પિત વિશેષાંક પ્રસિદ્ધ કરાયો હતો. તસવીરમાં અમારા સંવાદદાતા ધીરેન કટ્વા બર્મિંગહામમાં BAPS મંદિરના પૂજ્ય શ્રી ત્યાગરત્ન સ્વામીને આ વિશેષાંકની નકલ આપી રહ્યા છે. આ ઉપરાંત, બીજી તસવીરમાં પૂજ્ય શ્રી ત્યાગરત્ન સ્વામી પીઢ સ્વયંસેવક શ્રી મધુભાઈ જોશીને મળી રહ્યા છે. આગામી મહિને પૂજ્ય શ્રી મહંત સ્વામી મહારાજનો 90મો જન્મદિવસ છે તે નિમિત્તે એબીપીએલ ગ્રૂપ મહારાજશ્રીને અમારી અંતરની શુભેચ્છા પાઠવવા ઈચ્છે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter