પેરિસ મંદિર મહોત્સવ પ્રસંગે પ.પૂ. મહંત સ્વામી મહારાજે પ.પૂ. યોગી બાપાને લખેલો પત્ર...

Wednesday 09th September 2026 07:45 EDT
 
 

પેરિસ મંદિર મહોત્સવ પ્રસંગે પ.પૂ. મહંત સ્વામી મહારાજે પ.પૂ. યોગી બાપાને લખેલો પત્ર... 

•••

આશીર્વાદ

Dearest Yogi Bapa,

આપ સંકલ્પ કરતા કે દેશપરદેશમાં સત્સંગ થાય. આપ જુદા જુદા દેશના નામ આપતા ત્યારે કોઈને મનાતું ન હતું. પણ આ મંદિર (Paris)ની પ્રતિષ્ઠા થઇ અને ડંકો વાગ્યો ત્યારે બધાને પ્રતીતિ થાય છે. ૧૯૭૦માં પ્રમુખ સ્વામીને અને મને Parisની ધરતીમાં પગલા પાડવાનું કહ્યું ત્યારે આપે જ અમારામાં રહી પગલા પાડેલા અને સત્સંગના બીજ રોપેલા. અમને તો નિમિત બનાવી સેવાની તક આપેલી.

બધા કે કે કરે છે કે ત્રણ વર્ષે આપ વિચરણ કરો છો, પણ બાપા Spiritual LOVE has no limits. We live for you. આપના સંકલ્પો પૂરા કરવા તે અમારૂં જીવન અને ભક્તિ છે. તે પણ આપના બળથી જ થાય છે.

જેને જેને આ મંદિર માટે સેવા કરી છે તે આજે આપના ચરણોમાં અર્પણ કરીએ છીએ.

હે યોગી બાપા ! અમારી અંજલી આપ સ્વીકારો.

આપનો સેવક

સાધુ કેશવજીવનદાસ

૩/૯/૨૬ ગુરુવાર

Paris

•••


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter