પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવઃ સંસ્કાર, સંસ્કૃતિ એકતા દિન સહિત 26 દિનની ઉજવણી થશે

Saturday 03rd December 2022 06:48 EST
 
 

અમદાવાદઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના ઉપક્રમે 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી 30 દિવસનો મહોત્સવ ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ વચ્ચે નિર્માણ થનારા પ્રમુખસ્વામી મહારાજનગર ખાતે યોજાશે. આ પ્રસંગે તેમના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસે વિવિધ કાર્યક્રમો યોજાશે, જે અંતર્ગત અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનની કોન્ફરન્સ જેવા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.

મહોત્સવ દરમિયાન આયોજિત કાર્યક્રમની રૂપરેખા

તારીખ સંધ્યાસભા કાર્યક્રમ (રોજ સાંજે 5.00થી 7.30)
14 ડિસેમ્બર - પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ
15 ડિસેમ્બર - આંતરરાષ્ટ્રીય માનવ-ઉત્કર્ષ સંમેલન–ઉદ્ઘાટન
16 ડિસેમ્બર - સંસ્કૃતિ દિન: ઈન્ડિયન કલ્ચરનું આયોજન
17 ડિસેમ્બર - પરાભક્તિ દિન: ઈશ્વર ભક્તિ
18 ડિસેમ્બર - મંદિર ગૌરવ દિન
19 ડિસેમ્બર - ગુરુભક્તિ દિન
20 ડિસેમ્બર - સંવાદિતા દિન
21 ડિસેમ્બર - સમરસતા દિન
22 ડિસેમ્બર - આદિવાસી ગૌરવ દિન
23 ડિસેમ્બર - અધ્યાત્મ અને આરોગ્ય દિન
24 ડિસેમ્બર - વ્યસન મુક્તિ-જીવન પરિવર્તન દિન
25 ડિસેમ્બર - રાષ્ટ્રીય સંત સંમેલન
26 ડિસેમ્બર - સ્વામિનારાયણીય સંત સાહિત્ય–સાહિત્ય દિન
27 ડિસેમ્બર - વિચરણ-સ્મૃતિ દિન
28 ડિસેમ્બર - સેવા દિન
29 ડિસેમ્બર - પારિવારિક એકતા દિન
30 ડિસેમ્બર - સંસ્કાર અને શિક્ષણ દિન
31 ડિસેમ્બર - દર્શન-શાસ્ત્ર દિન
1 જાન્યુઆરી - બાળ-યુવા કીર્તન આરાધના
2 જાન્યુઆરી - બાળ સંસ્કાર દિન
3 જાન્યુઆરી - યુવા સંસ્કાર દિન
4 જાન્યુઆરી - ગુજરાત ગૌરવ દિન
5 જાન્યુઆરી - મહિલા દિન-1
6 જાન્યુઆરી - બીએપીએસ અખાતી દેશ દિન
7 જાન્યુઆરી - બીએપીએસ નોર્થ અમેરિકા દિન
8 જાન્યુઆરી - બીએપીએસ યુકે-યુરોપ દિન
9 જાન્યુઆરી - બીએપીએસ આફ્રિકા દિન
10 જાન્યુઆરી - મહિલા દિન-2
11 જાન્યુઆરી - બીએપીએસ એશિયા-પેસિફિક દિન
12 જાન્યુઆરી - અક્ષરધામ દિન
13 જાન્યુઆરી - સંત કીર્તન આરાધના
14 જાન્યુઆરી -
15 જાન્યુઆરી - મહોત્સવઃ પૂર્ણાહુતિ સમારોહ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter