પ્રાચીન હિમાલયન સમર્પણ ધ્યાનયોગ થકી જીવનોમાં સુધાર લાવતા શિવકૃપાનંદ સ્વામી

800 વર્ષ જૂના હિમાલયન ધ્યાનનો અનુભવ કરો

મહેશ લિલોરિયા Tuesday 23rd April 2024 02:21 EDT
 
 

લંડનઃ હિમાલયના યોગી અને પ્રખ્યાત ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીનું તેમના લાંબા સમયથી રાહ જોવાતા 26 એપ્રિલથી 8 મે 2024 સુધીના યુકે પ્રવાસ માટે આગમન થઈ રહ્યું છે. તેમના આ પ્રવાસમાં ઉપદેશો થકી આપણે આ વૈશ્વિક પડકારરૂપ સમયગાળામાં આવશ્યક ધ્યાન અને આધ્યાત્મિક રીતરસમો દ્વારા કેવી રીતે વ્યાપક સમજણ અને સહકાર કેળવી શકીએ તેના પર ભાર આપવામાં આવશે.

પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામી હિમાલયના યોગી છે જેમણે 1994માં ધ્યાનપદ્ધતિની સ્થાપના કરી હતી જે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી ધ્યાનપદ્ધતિઓમાં એક બની છે. સમર્પણ મેડિટેશન પ્રાચીન હિમાલયન પદ્ધતિ છે જે સહુના માટે ખુલ્લી છે, નિઃશુલ્ક છે અને ધર્મ, લિંગ અથવા વયથી બાધિત નથી. તે સકારાત્મક આધ્યાત્મિક મૂલ્યો વિકસાવે છે અને દૈનિક માત્ર 30 મિનિટના ધ્યાનથી આંતરિક શાંતિનુ સર્જન કરે છે. સમર્પણ મેડિટેશન વિશ્વના દરેક ખંડમાં 65 દેશોમાં પ્રતિનિધિત્વ ધરાવે છે. વિશ્વભરમાં યુકે સહિત 13 ટ્રસ્ટો અને 26 આશ્રમો/રીટ્રીટ સેન્ટર્સ સાથે 200,000 થી વધુ મેડિએટર્સ છે.

આધ્યાત્મિક ગુરુ અને શ્રી શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનના સ્થાપક શિવકૃપાનંદ સ્વામી માનસિક આરોગ્યમાં સુધાર, રચનાત્મકતાના સર્જન અને વર્તમાન જીવનશૈલીના પરિણામ સ્વરૂપ તણાવને ઘટાડતી પ્રાચીન ધ્યાનપદ્ધતિઓ માટે કામ કરવા અને આગળ વધારવા માટે પ્રખ્યાત છે. તેમનું કાર્ય સંશોધન હાથ ધરવા તેમજ પુરવાર થયેલા અને વિશ્વને નવો આકાર આપવામાં મદદ કરવા સક્ષમ વિચારોને બહાર લાવવાની આસપાસ નિર્માણ થયેલું છે.

ધ્યાનને સમર્પિત પ્રેક્ટિશનર શિવકૃપાનંદ સ્વામીએ હિમાલયમાં 18 વર્ષ રહીને યોગ પર કૌશલ્ય પ્રાપ્ત કર્યું છે અને ગત 30 વર્ષોથી તેમના પવિત્ર ગુરુઓએ સોંપેલા મિશન પર સેવા કરી રહ્યા છે.

હિમાલયન મેડિટેશન 800 વર્ષ પુરાણા સંસ્કાર છે જે સરળ છે અને ધર્મના બાધ વિના તમામ દ્વારા તેની પ્રેક્ટિસ સરળતાથી કરી શકાય છે. ધ્યાનની અન્ય પદ્ધતિઓથી વિપરીત તેમાં કોઈ શ્વાસોચ્છવાસની જટિલ ટેક્નિક અથવા યોગનો સમાવેશ થતો નથી. ગુરુ તત્વ આ દિવ્ય ડહાપણ અને અનુભવને કોઈ પણ મૂલ્ય લીધા વિના વિશ્વને વહેંચી રહ્યા છે.

હિમાલયના યોગીનો યુકે પ્રવાસ

26 એપ્રિલ 2024 --- હાઉસ ઓફ લોર્ડ્સ, યુકે પાર્લામેન્ટ

27 એપ્રિલ 2024 --- જૈન સેન્ટર લંડન

28 એપ્રિલ 2024 --- નવનાત ઈવેન્ટ - 3 pm થી 6 pm

29 એપ્રિલ 2024થી 3 મે --- 2024 સમર્પણ મેડિટેશન યોગ

5 મેથી 8 મે 2024 --- આયર્લેન્ડ મેડિટેશન પ્રવચન


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter