પ્રિન્સ ફિલીપને શ્રદ્ધાંજલિ અર્પવા પ્રાર્થના સભા યોજાઈ

Wednesday 21st April 2021 05:58 EDT
 
 

હીઝ રોયલ હાઈનેસ પ્રિન્સ ફિલીપને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૮ એપ્રિલને રવિવારે સાંજે ૬થી ૭ દરમિયાન ગુજરાત હિંદુ સોસાયટી, પ્રેસ્ટન ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. હાલની કોવિડ -૧૯ ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સેન્ટરમાં મર્યાદિત સંખ્યામાં લોકોને આમંત્રણ અપાયું હતું. પ્રાર્થના સભામાં લોકો જોડાઈ શકે તે માટે આ કાર્યક્રમનું ઝૂમ અને ફેસબુક પર પ્રસારણ કરવામાં આવ્યું હતું.

ગુજરાત હિંદુ સોસાયટીના પ્રમુખ દશરથભાઈ નાયીએ જણાવ્યું હતું કે દેશે હર મેજેસ્ટી ક્વિન સાથે ૭૩ વર્ષના લગ્નજીવનથી જોડાયેલા દેશના વડાને ગુમાવ્યા છે. પ્રિન્સ ફિલીપ શાહી ફરજ નિભાવવામાં હંમેશા ક્વિન સાથે રહ્યા છે. ડ્યૂક ઓફ એડિનબરા એવોર્ડ શરૂ કરાયા તેના દ્વારા તેઓ યુવા લોકોના એમ્બેસેડર હતા.

૫૦ વર્ષથી અપાતા આ એવોર્ડને લીધે દુનિયામાં ઘણાં યુવા લોકોને પોતાનો આત્મવિશ્વાસ કેળવવામાં અને સ્વ – વિકાસ કરવામાં મદદ મળી છે. પ્રિન્સ ફિલીપ હર મેજેસ્ટી ક્વિન અને પોતાના સંતાનો પ્રત્યે ને સદાય વફાદાર અને મદદરૂપ રહ્યા હતા.

આપણે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ કે પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે અને હર મેજેસ્ટી ધ ક્વિન અને શાહી પરિવારના સભ્યોને આ દુઃખનો સામનો કરવાની શક્તિ અર્પે.

વધુ વિગત માટે સંપર્ક. અભિ, સેન્ટર મેનેજર [email protected]

અથવા ઈશ્વર ટેઈલર 07801849402


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter