બર્મિંગહામ પ્રગતિ મંડળ દ્વારા NHS સ્ટાફને મદદ માટે £ ૧૨,૫૦૦ એકત્ર કરાયા

Tuesday 22nd September 2020 14:33 EDT
 
(ડાબેથી) સારિકાબેન રામા (સેક્રેટરી), શ્રીમતી કુસુમબેન ચૌહાણ અને શ્રી કાંતિભાઇ ચૌહાણ, કિશોરભાઇ પરમાર (ડીસીઈઓ), જયંતિલાલ સુરતી (ડીસીઈઓ-પીઆરઓ), પ્રભુભાઇ ચૌહાણ (ટ્રસ્ટી) રમણભાઇ બલસારા (સીઈઓ), પ્રભાબેન બલસારા(રસોઈ ટીમ લીડર)૨) યુનિવર્સિટી હોસ્પીટલ્સ બર્મિંગહામ ચેરિટીના NHS સુપર હીરોસ એમની કદરથી ખુશખુશાલ ચહેરે નજરે પડે છે. એમની સેવાઓ બદલ ધન્યવાદને પાત્ર છે.
 

શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળે (શ્રી કૃષ્ણ મંદિર) કોરોના વાયરસ રોગચાળાના આ કપરા સમય દરમિયાન, એન.એચ.એસ. સુપરહીરો - ડોકટરો, નર્સો, સ્વયંસેવકો અને દર્દીઓની સહાય માટે અપીલ શરૂ કરી હતી. આ અપીલના જવાબમાં ઉદાર દાતાઓએ યુનિવર્સિટી હોસ્પિટલ બર્મિંગહામ-એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટને કુલ, ૧૨,૫૦૦ પાઉન્ડની રકમ દાનમાં આપી હતી. સ્ટાફ અને દર્દીઓ તેમના પરિવાર સાથે સંપર્કમાં રહી શકે તે માટે આ રકમમાંથી આઈપેડ અને ટેબ્લેટ્સની ખરીદી કરાઈ હતી. હોસ્પિટલમાં કોવિડ-૧૯ આઇ.સી.યુ. અને કોવિડ વોર્ડમાં મુલાકાત લેવા પર પ્રતિબંધ હોવાથી તેનો સારો ઉપયોગ થઈ રહ્યો છે. 

સંસ્થાની એક્ઝિક્યુટિવ ટીમ અને ટ્રસ્ટ બોર્ડે કોરોના મહામારીમાં હોસ્પિટલોમાં કામ કરનાર સૌના સમર્પણ, સંભાળ અને સખત મહેનતની પ્રશંસા કરી હતી. શ્રી રમણભાઇ બલસારા અને શ્રી બર્મિંગહામ પ્રગતિ મંડળની મેનેજમેન્ટ કમિટીએ આ યોગ્ય હેતુ માટે ઉદાર દાન આપવા બદલ તમામ દાતાઓ અને તેમના પરિવારોનો આભાર માન્યો હતો. દાન મેળવવા માટે સ્વૈચ્છિક સેવા આપનારા કાંતિભાઇ ચૌહાણ અને કુસુમબેન ચૌહાણનો પણ સંસ્થા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter