બાર્નેટમાં થેરેસા વિલિયર્સ MPની ઉપસ્થિતિમાં બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીનું ભવ્ય ઓપનીંગ..

Tuesday 10th November 2020 14:53 EST
 
 

૪થી નવેમ્બરને બુધવારે બાર્નેટમાં ખાસ અતિથિ થેરેસા વિલિયર્સ MPની ઉપસ્થિતિમાં તદ્દન નવા, પર્પઝ બિલ્ટ નર્સરી બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીનું સત્તાવાર ઓપનીંગ થયું હતું.

સીઈઓ અમોલ દેવમણિએ જણાવ્યું કે આ વર્ષ ખૂબ જ પડકારજનક રહ્યું છે. જોકે, અમારી સૌથી મોટી નર્સરીના સમયસર ઓપનીંગ માટે અથાગ પરીશ્રમ કરનારી બ્રાઈટ લીટલ સ્ટાર્સની ટીમ માટે મને ગર્વ છે. આ નર્સરી હાઈ બાર્નેટ સ્ટેશન પાસે આવેલી છે અને લોકલ કમ્યુનિટીને સૌથી ઉચ્ચ ગુણવત્તાવાળી નર્સરી પૂરી પાડે છે.

બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરી બાર્નેટ એ બ્રાઈટ લીટલ સ્ટાર્સ (BLS) પરિવારમાં સૌથી નવી છે. BLSની સ્થાપના ૨૦૧૨માં થઈ હતી. ખાનગી સંચાલનના આ નર્સરી ગ્રૂપની મિલ હીલ, વોટફર્ડ, હેરો અને સ્ટેનમોરમાં શાખા આવેલી છે. ગ્રૂપનો હેતુ આનંદપૂર્વક, સ્વસ્થતા અને સલામતી સાથે શિક્ષણના વાતાવરણમાં દરેક બાળક પોતાની ક્ષમતા સુધી પહોંચી શકે તે માટે તેમને મદદરૂપ થવાનો અને તેમને વિશિષ્ટ કેર અને શિક્ષણ આપવાનો છે.

એક્સ્ટ્રા - કરિક્યુલર ક્લબ, પર્પઝ બિલ્ટ મોડર્ન ફેસિલીટી. આઉટડોર પ્રોવિઝન્સ સાથેનો બ્રાઈટ

લીટલ સ્ટાર્સ લર્નિંગ પ્રોગ્રામ અને નર્સરીમાં જ બનાવવામાં આવતા તાજા ભોજનને લીધે આ નર્સરી ગ્રૂપ નોર્થ વેસ્ટ લંડનમાં સૌથી જાણીતા ગ્રૂપ પૈકીનું એક બન્યું છે.

નર્સરીના મેનેજર બર્નાડેટ મીલીએ જણાવ્યું કે પોતે ઘણાં વર્ષોથી બાર્નેટના રહીશ હોવાથી લોકલ કમ્યુનિટીને શ્રેષ્ઠ કેર અને શિક્ષણ પૂરું પાડવાની સ્થિતિમાં હોવાનો તેમને ખૂબ ઉત્સાહ છે. બાળકોને મજબૂત આધાર આપીને તેઓ તેમની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા પર અમારું ધ્યાન રહે છે.

બાર્નેટની નર્સરી હાઈલેન્ડ ગાર્ડન્સની સામે શાંત રહેણાંક લેસ્ટર રોડ પર આવેલી છે. તેમાં ચાર મોડર્ન લર્નિંગ રૂમ છે. દરેક રૂમ અલગ અલગ વયના બાળકો માટે બનાવાયો છે. રૂમ બહાર મોટા સુંદર ગાર્ડન છે. વધુમાં, રીડીંગ એરિયા અને વિવિધ રમતો માટે પ્લેગ્રાઉન્ડ એક્ટિવિટી સેન્ટર પણ બનાવાયું છે.

બ્રાઈટ લીટલ સ્ટાર્સ નર્સરીને લીધે લોકલ કમ્યુનિટીના ૩૦ લોકોને જોબ મળશે. આ નર્સરી વર્ષના ૫૦ વીક દરમિયાન છ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકો માટે સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધી ખૂલ્લી રહેશે. તે વર્કિંગ પેરન્ટ્સ માટે બાળકોની કેરનો મહત્ત્વનો વિકલ્પ બનશે. ૩ અને ૪ વર્ષના બાળકો માટે ૧૫ કલાક અને ૩૦ કલાક બન્નેના ફ્રી એન્ટાઈટલમેન્ટમાં ભાગ લેનાર કોઈ પણ વયના બાળક માટે ટેક્સ ફ્રી ચાઈલ્ડ કેર પેમેન્ટ સ્વીકારનારને આ ઓપનીંગથી ઉચ્ચ ગુણવત્તાની નર્સરીનો લાભ મળશે.

બ્રાઈટ લીટલ સ્ટાર્સ બાર્નેટ વિશે વધુ માહિતી માટે અથવા મુલાકાત માટે રજિસ્ટ્રેશન કરવા www.BrightLittleStars.com/Barnet


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter