બાલગોકુલમ સ્વીન્ડન ટીમે સ્વીન્ડન ફૂડ કલેક્ટિવને વધુ ફૂડનો જથ્થો પહોંચાડ્યો

Thursday 13th August 2020 04:49 EDT
 
 

લંડનઃ બાલગોકુલમ સ્વીન્ડન ટીમ લોકલ ફૂડ બેંકને મદદ પહોંચાડવાના નેશનલ સેવા ડે ચેરિટીના અભિયાનમાં મદદરૂપ થઈ રહી છે. બાલગોકુલમ સ્વીન્ડન ટીમના ચેર વિજયન અપ્પુ નટરાજને જણાવ્યું હતું કે ટીમે ૫ ઓગસ્ટે સ્વીન્ડન ફૂડ કલેક્ટિવને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ ફૂડ આઈટેમ્સનો ૬૫ ટ્રે સાથે ૯૮૫ કિ.ગ્રાનો બીજો જથ્થો પૂરો પાડ્યો હતો. આ સાથે અત્યાર સુધીમાં તે સંસ્થાને કુલ ૧,૫૭૧ કિ.ગ્રા ફૂડ આઈટેમ્સનો જથ્થો પૂરો પડાયો હતો. સ્વીન્ડન ફૂડ કલેક્ટિવ તરફથી આ જથ્થો ક્લેરે સ્વીકાર્યો હતો અને ટીમનો આભાર માન્યો હતો.

સેવા ડેનો ઉદ્દેશ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ ભોજન અને ફળો ફૂડ બેંકને પહોંચાડવાનો હતો. બાલગોકુલમ સ્વીન્ડને અગાઉ ૩૦ જુલાઈએ સ્વાસ્થ્યપ્રદ અને પૌષ્ટિક ફૂડ આઈટમ્સની ૩૮ ટ્રે સાથે ૫૮૫ કિ.ગ્રાનો પ્રથમ જથ્થો પહોંચાડ્યો હતો.

નટરાજને ઉમેર્યું હતું કે તેઓ બાળકોમાં નાની વયથી જ સેવાના ગુણનું સિંચન કરે છે. ફૂડ કલેક્ટિવને પૂરા પાડવામાં આવેલો પૌષ્ટિક ફૂડનો જથ્થો અત્યારના આ મુશ્કેલીના સમયમાં ઘણાં જરૂરતમંદ પરિવારોને મદદરૂપ થશે.

અમારો ઉદ્દેશ આ વિસ્તારમાં સેવા પ્રોજેક્ટસ શક્ય તેટલા વધુ પ્રમાણમાં ચાલુ રાખવાનો છે.

સંસ્થા દ્વારા જરૂરતમંદ પરિવારોને પૌષ્ટિક ભોજન પૂરું પાડવામાં આવતા તેઓ તેમનું બજેટ જાળવીને બાળકોનો સ્કૂલમાં અભ્યાસ ચાલુ રખાવી શકે છે. ફૂડ પાર્સલ મેળવનારા લોકો મોટેભાગે વયસ્કો હોય છે. જોકે, તેમાંના 33 ટકા લાભાર્થીઓ તે પરિવારના બાળકો હોય છે. આ તમામ ગરીબી, વિકલાંગતાનો ભોગ બનેલા હોય છે અથવા એક યા બીજી રીતે સીમાંત થયા હોય છે. ઓછી આવક અથવા તો કોઈ આવક ન હોવાના પરિણામે મદદ મેળવવા આવતા લોકોની સંખ્યા વધી જાય છે.

સેવા પ્રોજેક્ટ્સને મદદ કરવા ઈચ્છતા લોકો

https://www.justgiving.com/sewaday લીંકનો ઉપયોગ કરીને દાન આપી શકશે..


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter