વૈષ્ણવ યુથ ઓર્ગેનાઇઝેશન્સ યુ.કે.ના સ્ટુડન્ટસે ગત ૧લી માર્ચ, રવિવારે સાઉથ લંડનના બાલમ ખાતે શ્રીનાથજી હવેલીમાં રંગેચંગે હોલી અને ડોલ ઉત્સવ ઉજવ્યો હતો. બપોરે ૧૨ થી ૩ વાગ્યા સુધી યોજાયેલા આ ડોલ ઉત્સવમાં નોર્થ, સાઉથ, વેસ્ટ અને ઇસ્ટ લંડનમાંથી કોચ મારફતે સૌ બાલમ હવેલીમાં પધાર્યા હતા. આ હોલી, ડોલ ઉત્સવમાં નોર્થ લંડનથી કોચ દ્વારા VYOના ચેરમેન કંતેશભાઇ પોપટ, રેખાબેન પોપટ, પ્રેસિડેન્ટ જયશ્રીબેન રાડિઆ, ટ્રસ્ટી પ્રતિભાબેન લાખાણી સહિત VYOના સ્ટુડન્ટસ અને પુષ્ટી વૈષ્ણવો પણ પધાર્યા હતા. બાલમ હવેલીમાં સાઉથ લંડનના VYOના ટ્રસ્ટી દેવ્યાનીબેન તથા જયેશભાઇ પટેલે તેમજ મુખ્યાજીએ ઠાકોરજી સમક્ષ વિવિધ કલરના પુષ્પો અને રંગો ઉડાડીને ડોલ ઉત્સવનું આયોજન કર્યું હતું.


