બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા ‘શ્રીકૃષ્ણ જન્માષ્ટમીઃ સ્વર્ણિમ ભવિષ્યની ઝલક’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો આરંભ બાળ કૃષ્ણને દર્શાવતી સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે કરાયો હતો. બ્રહ્માકુમારીઝના અધિક વહીવટી વડા સિસ્ટર જયંતી અને હર્ટ્સમીઅરના મેયર કાઉન્સિલર પરવીન રાનીએ શ્રીકૃષ્ણના દિવ્ય ગુણો, કરુણામય નેતૃત્વ તથા દરેક વ્યક્તિ શાંતિપૂર્ણ બની શકીએ અને વધુ શાંતિપૂર્ણ વિશ્વની રચનામાં મદદ કરી શકીએ તેના વિશે પ્રેરણાદાયી વાતચીત કરી હતી. સિસ્ટર જયંતીના માર્ગદર્શન હેઠળ ધ્યાન પણ ધરવામાં આવ્યું હતું. હિન્દી ભાષામાં આયોજિત કાર્યક્રમમાં 200 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા.


