સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે ભગવાન સ્વામિનારાયણનાં 244મા પ્રાગટ્યોત્સવની આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવણી કરાઇ હતી. અભિષેક વિધિમાં મોટા લાલજી સૌરભપ્રસાદદાસજી તથા મંદિરના બ્રહ્મચારી પણ જોડાયા હતા. વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન સ્વામિનારાયણના 244માં પ્રાગટ્યોત્સવ નિમિતે સવારે દેવોને દિવ્ય અભિષેક આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદહસ્તે સંપન્ન થયો હતો.