ભારત-ફ્રાન્સ સાંસ્કૃતિક સંબંધોમાં નવા યુગનો આરંભ

Thursday 10th September 2026 06:06 EDT
 
 

પેરિસ ખાતે BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરના ઐતિહાસિક લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા સંબોધન કરતાં જણાવ્યું હતું કે આ ભવ્ય મંદિર ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોમાં એક નવું સીમાચિહ્ન અને નવો યુગ સ્થાપિત કરશે.
મેડ ઈન ઈન્ડિયા, બિલ્ટ ઈન ફ્રાન્સ: વડાપ્રધાને જણાવ્યું કે આ મંદિરના પથ્થરો ભારતમાં કોતરવામાં આવ્યા છે જ્યારે મંદિરનું નિર્માણ ફ્રાન્સમાં થયું છે. આ વાત પ્રાચીન ભારતીય કારીગરીને ફ્રાન્સના આધુનિક એન્જિનિયરિંગ સાથે જોડે છે.
વસુધૈવ કુટુંબકમ: આ ઉદ્ઘાટન પ્રસંગને તેમણે ‘વસુધૈવ કુટુંબકમ’ (સમગ્ર વિશ્વ એક પરિવાર છે)ની ભાવનાનો જીવંત મંચ ગણાવ્યો હતો.
સેવા અને ભક્તિનું કેન્દ્ર: સ્વામિનારાયણ મંદિરો હંમેશાં ભક્તિની સાથે સેવાના પણ કેન્દ્રો પણ રહ્યા છે અને આ મંદિર પણ માનવતાવાદી તથા સેવાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને એવી ભાવના વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં જ્યારે પણ અવસર મળશે ત્યારે તેઓ ચોક્કસપણે દર્શન માટે આ મંદિરની મુલાકાત લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter