ભારતના લાખો જરૂરતમંદ યુવાનોના જીવનમાં અજવાળાં પાથરતા અમિતાભ શાહ લંડન પ્રવાસે

- કોકિલા પટેલ Tuesday 23rd November 2021 12:48 EST
 
(ડાબેથી) ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, અમિતાભ શાહ અને રશ્મિ શાહ.
 

અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી પોતાની ઉજ્જવળ કારકિર્દી અને વૈભવશાળી જીવનને ત્યજી યુવા વયે માનવસેવાનો ભેખ ધારણ કરનાર ગુજરાતનો તરવરીયો યુવાન આજે લાખ્ખો જરૂરતમંદોના જીવનમાં અજવાળાં પાથરી રહ્યા છે જેનું નામ છે અમિતાભ શાહ જેઓ ટૂંક સમય માટે લંડન પધાર્યા છે.

મૂળ અમદાવાદના આ યુવાન અમિતાભ શાહે યુએસએની યેલ (Yale) યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ કર્યા પછી વોલસ્ટ્રીટના જેપી મોર્ગન સાથે કામ કરવાની ઓફર નકારી કાઢી ભારતની વાસ્તવિક શેરીઓમાં કામ કરવા કટિબધ્ધ બન્યા છે. તેમણે "યુવા અનસ્ટોપેબલ એનજીઓ" શરૂ કરી જે ભારતના ૧૪ રાજ્યોમાં ટેકનોલોજી, સ્કોલરશીપ અને સેનિટેશન (સ્વચ્છતા) બાબત ૨૦ લાખથી વધુ લાભાર્થીઓને સમર્થન આપે છે. અમેરિકી સરકારનો 'એલિસ ટાપુ' એવોર્ડ જીતનાર તે સૌથી યુવા ભારતીય છે જે અગાઉ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, જ્યોર્જ બુશ, બોક્સર મુહમ્મદ અલી, ઈન્દ્રા નૂયી, મલાલા યુઝાફાઈ અને અન્ય દિગ્ગજોને આપવામાં આવ્યા હતા. તંત્રીશ્રી સી.બી. પટેલ અને ગુજરાત સમાચાર, એશિયન વોઈસ આ બાલ સેવા યજ્ઞના સમર્થકો રહ્યા છે. એબીપીએલ ગ્રુપના તંત્રીશ્રી સી.બી પટેલ અને એમના સુપુત્ર ડો. મેરૂલભાઇ પટેલે એમના "કર્મયોગા ફાઉન્ડેશન" દ્વારા £૧૦,૦૦૦થી વધુ રકમનું દાન આ સંસ્થાને એનાયત કર્યું છે.

તાજેતરમાં ભારતના માનનીય રાષ્ટ્રપતિ, શ્રી રામનાથ કોવિંદ અને ગુજરાતના માનનીય રાજ્યપાલ, શ્રી આચાર્ય દેવવ્રતે કોવિડના બીજા વેવ દરમિયાન અમિતાભ અને તેમની પત્ની રશ્મિ શાહના માનવતાવાદી કાર્યોની પ્રશંસા કરી સન્માન્યા હતા. તેઓએ ૧૦૦,૦૦૦ ફ્રન્ટ લાઇન યોધ્ધાઓ માટે પોષણ પૂરું પાડ્યું, સેંકડો ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ અને ૧.૫ મિલિયન જરૂરિયાતમંદોને ૧ લિટર જેટલું કૂકીંગ ઓઇલ ભેટ આપી વેક્સીનેશન માટે પ્રોત્સાહિત કર્યા હતા. અમિતાભ શાહ ૨૩ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી લંડન રોકાશે. એમનો સંપર્ક ઇમેલ દ્વારા [email protected].


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter