ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિરો, શાસ્ત્રો અને સંતો છે

Thursday 09th June 2022 16:44 EDT
 
 

અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં કુમકુમ સંસ્થાનો પ્રારંભ કર્યો તેને તાજેતરમાં 37 વર્ષ પૂર્ણ થતં ભગવાનને વિશિષ્ટ શણગાર સજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કુમકુમ સંસ્થાની સ્થાપનાથી માંડીને કઇ રીતે તેણે દેશવિદેશમાં ભારતીય ધર્મ સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કર્યો હતો તેની જાણકારી આપતી વીડિયો ક્લીપ પણ યુટ્યુબ પર રિલીઝ કરાઇ હતી.
આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સંસ્કૃતિનો આધારસ્તંભ મંદિરો, શાસ્ત્રો અને સંતો છે. વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર ને પ્રસાર થાય એટલા માટે કુમકુમ મંદિરના સંસ્થાપક સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી અને તેમના ગુરુ શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ ઈ.સ. ૧૯૪૮માં વિદેશ પધાર્યાં હતા.
શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ અનેક વખત યુએ, કેનેડા, દુબઈ આદિ દેશોમાં પણ વિચરણ કર્યું છે. તેમજ લંડનમાં મંદિરની સ્થાપના પણ કરી છે. 2014માં બોબ બ્લેકમેન દ્વારા બ્રિટીશ સંસદમાં તેમનું સન્‍માન કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter