અમદાવાદ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિ. મંદિર - મણિનગર ખાતે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં કહેલ આજ્ઞા મુજબ દર્દીઓ અને જરૂરતમંદોને પ.પૂ. જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજની આજ્ઞા અન્વયે મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી તથા અનંતાનંદદાસજી સ્વામી તથા સંતવૃંદના હસ્તે અનાજની કીટ અર્પણ કરાઇ હતી. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ અનાજની કીટ વિતરણ કરાઈ હતી.