બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ હાલ દક્ષિણ ગુજરાતમાં તિથલ ખાતે વિચરણ કરી રહ્યા છે. તાજેતરમાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજીએ તીથલના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત સ્વામી મહારાજની સૌજન્ય મુલાકાત લઇને સત્સંગ કર્યો હતો. બે આદરણીય આધ્યાત્મિક દિગ્ગજોની આ મુલાકાત પરસ્પર આદર, ઉષ્મા અને ભક્તિની ઝલક રજૂ કરતી હતી.


