બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી સાળંગપુર વિચરણ બાદ સોમવારે અમદાવાદ સ્થિત શાહીબાગ મંદિરે આવી પહોંચતા વરિષ્ઠ સંત પૂ. ઇશ્વરચરણ સ્વામીએ તેમને હરખભેર આવકાર્યા હતા. સ્વામીશ્રી અમદાવાદ મંદિરે પધારતા હરિભક્તોમાં પણ અનેરો ઉમંગ-ઉત્સાહ વર્તાય છે અને તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પૂ. મહંત સ્વામી મહારાજના અમદાવાદ વિચરણ દરમિયાન સત્સંગ-દર્શનથી લઇને અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.


