અમદાવાદઃ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજનું એક વર્ષ બાદ અમદાવાદમાં આગમન થયું છે. 21 નવેમ્બરના રોજ અમદાવાદ પહોંચેલા મહંત સ્વામી મહારાજ 13 ડિસેમ્બર સુધી શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં નિવાસ કરશે. આ ગાળા દરમિયાન સ્વામીના આશીર્વાદરૂપ વિવિધ કાર્યક્રમ યોજાશે. આવતા સપ્તાહે 8 ડિસેમ્બરે પ્રમુખસ્વામીની જન્મ જયંતીની દેશ-દેશના મંદિરોમાં ઉજવણી કરાશે, જેમાં મહંત સ્વામી પણ ભાગ લેશે. રિવરફ્રન્ટ ખાતે ગ્લો ગાર્ડન તૈયાર કરી ઉજવણી કરાશે. આ કાર્યક્રમનમાં 15 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે.
મહંત સ્વામી મહારાજનો અમદાવાદ રોકાણ દરમિયાન કાર્યક્રમ
29 નવેમ્બર - પ્રમુખસ્વામી મહારાજ જન્મજયંતી સભા
30 નવેમ્બર - સત્સંગી શિબિર-1
1 ડિસેમ્બર - બાલમંડળ કાર્યક્રમ
2 ડિસેમ્બર - આરામ
3 ડિસેમ્બર - સભા • 4 ડિસેમ્બર - સભા
5 ડિસેમ્બર - અમદાવાદ ગ્રાન્ડ દિન
6 ડિસેમ્બર - મંદિર રજત જયંતિ મહોત્સવ-ધોળકા • 7 ડિસેમ્બર - આરામ
8 ડિસેમ્બર - પ્રમુખસ્વામી અમૃત મહોત્સવ
9 ડિસેમ્બર - આરામ
10-13 ડિસેમ્બર - દૈનિક સભાઓ


