બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના વડા પ્રગટસ્વરૂપ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ હાલ મહેસાણામાં વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન સોમવારે તેમણે મહેસાણામાં સાકાર થયેલા ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી હતી તો સ્વામીશ્રીના 92મા જન્મદિનની ઉજવણી પ્રસંગે સાધુસંતોએ તેમને વિશાળકાય ફૂલહાર તેમજ વ્યંજનો અર્પણ કરીને તેમના પ્રત્યેનો પોતાનો પ્રેમભાવ અને આદર વ્યક્ત કર્યા હતા. આ પ્રસંગે રાજ્યભરમાંથી હરિભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.