માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિયેશનની ગોલ્ડન જ્યુબિલી ઉજવાઈ

Wednesday 07th September 2022 06:35 EDT
 
 

માંધાતા સમાજની વેમ્બલી શાખા - ધ માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી એસોસિયેશન દ્વારા 3 સપ્ટેમ્બરે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વર્ષો દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો, સમૂહો અને પ્રવૃત્તિઓની તસવીરો અને વીડિયોઝ મારફત દર્શકોને પુરાણી સ્મરણયાત્રા તરફ દોરી ગયો હતો. સંસ્થાની દરેક કમિટીએ પ્રારંભિક પ્રણેતાઓની કલ્પનાદૃષ્ટિ પર આધારિત 1972ના વેમ્બલીથી અત્યાર સુધીના સમયની યાત્રાને દર્શાવતી ઝાંખી રજૂ કરી હતી. આ 50 વર્ષના સમયગાળામાં જે સંઘર્ષો અને પડકારો પર વિજય મેળવાયો અને પેઢીઓએ સમાજ પ્રત્યે વફાદારી કેવી રીતે જાળવી રાખેલી તે નિહાળવું ખરેખર આશ્ચર્યજનક બની રહ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક ગીતોની પ્રસ્તુતિ અને નાટકનો પણ સમાવેશ થયો હતો. એસોસિયેશનના પ્રમુખ કુસુમબહેન સોમાએ મહેમાનું સ્વાગત કર્યું હતુ. સેક્રેટરી હીના અશોકે ઈવેન્ટનું સંચાલન કર્યું હતું. ઉપપ્રમુખ દર્શિનીબહેન પુલાન દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો.




to the free, weekly Gujarat Samachar email newsletter