અમદાવાદઃ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર- ઘોડાસરનો 34મો પાટોત્સવ તેમજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 118 મી પ્રાગટ્ય જયંતી હર્ષોલ્લાસભેર ઉજવાઈ હતી. ત્રિદિવસીય મહોત્સવ અંગેની વિગત આપતાં મહંત સદ્ગુરુ શાસ્ત્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ રક્ષણનું મહત્ત્વ સમજાવતાં વધુ વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું. ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનું સંસ્કૃતમાં લેખન તથા વાંચન થયું.
આ અણમોલ અવસરે શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું ષોડશોપચારથી પૂજન, અર્ચન, વિવિધ ધાર્મિક ગ્રંથોની પારાયણ, પંચમંગલ દ્રવ્યથી તુલાવિધિ વિગેરે આધ્યાત્મિકસભર કાર્યક્રમો યોજાયા હતા.તદ્દઉપરાંત આ પાવનકારી મંગલ પર્વે બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. આ બ્લડ ડોનેશન કેમ્પમાં 102 દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું.


